ગરબાડા તાલુકાના ભીલવા-પાટીયાઝોલ ગામ વચ્ચે પુલ નજીક સોયાબીન ભરેલી ટ્રક પલ્ટી

0
34

 ગરબાડાથી મધ્યપ્રદેશના અલીરાજપુરને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગરબાડા તાલુકાના ભીલવા-પાટીયાઝોલ ગામ વચ્ચે પુલ નજીક સોયાબીન ભરેલી ટ્રક રોડની સાઈડમાં આજે સવારના સમયે પલ્ટી ખાઈ ગઈ હતી જેના કારણે ટ્રકમાં ભરેલા સોયાબીનના કોથળા જમીન ઉપર વેરવિખેર થઈ ગયા હતા. પરંતુ સદનસીબે કોઈપણ જાતની જાનહાનિ થઈ ન હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ આજ ધોરીમાર્ગ ઉપર ભીલવા-પાટીયાઝોલ ગામ વચ્ચે આજ જગ્યાની આજુબાજુ પુલ નજીક કે પુલ ઉપરથી અવારનવાર નાનામોટા વાહનો પલ્ટી ખાવાના બનાવો બની ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here