ગરબાડા તાલુકાના મિનાકયાર ગામે અજાણ્યા તસ્કરોએ એક ઘરને નિશાન બનાવી ૧૩૫૦૦/- ની મત્તાની લુટ કરી ફરાર

0
488

 

      

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

 ગરબાડા તાલુકાના મિનાકયાર ગામે તારીખ ૨૫/૦૨/૨૦૧૬ ના રોજ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ એક ઘરને નિશાન બનાવી દંપતીને લાકડી વડે મારી તેમની પાસેથી રોકડ રકમ, એટીએમ કાર્ડ, ચાંદીના છડા, તાંબાના વાસણો, મોબાઇલ તથા એલસીડી ટીવી મળી કુલ રૂપિયા ૧૩૫૦૦/- ની મત્તાની તસ્કરી લુટ કરી ફરાર થઈ ગયેલ છે. જે બાબતે રમેશભાઈ શકરાભાઈ મોહનિયાએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.

        પોલિસ વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ, તારીખ.૨૫/૦૨/૨૦૧૬ ના રોજ ગરબાડા તાલુકાનાં મિનાકયાર ગામે રાત્રિના ૧૧:૦૦ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા તસ્કરોએ રમેશભાઈ શકરાભાઈ મોહનિયાના ઘરને નિશાન બનાવી મકાનનો દરવાજો ધક્કો મારી ખોલી ઘરમાં પ્રવેશેલ તે સમયે અવાજ થતાં રમેશભાઈ શકરાભાઈ મોહનિયા જાગી ગયેલ અને કોણ છો તેમ કહેતા એક તસ્કરે રમેશભાઈ શકરાભાઈ મોહનિયાને માથામાં લાકડી મારી કહેલ કે કેટલા રૂપિયા લાવેલ છે, તે બધા રૂપિયા લાવ તેમ કહી રમેશભાઈ શકરાભાઈ મોહનિયાના પેન્ટના ખિસ્સામાં પાકીટમાં મૂકેલા રૂપિયા ૨૦૦૦/- રોકડા તથા એટીએમ કાર્ડ તથા પરચુરણ કાગળો કાઢી લીધેલ તથા રમેશભાઈ શકરાભાઈ મોહનિયાની પત્ની કાળીબેનને પણ એક તસ્કરે બરડામાં લાકડી મારી તેમના પગમાં પહેરેલા રૂ.૩૦૦૦/- ની કિમતના ૨૦૦ ગ્રામ વજનના ચાંદીના છડા પણ કાઢી લીધેલ તથા ગલ્લામાંથી રૂપિયા ૧૦૦૦/- તથા તાંબાના વાસણો જોડ-૨ કિમત રૂપિયા ૧૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ સેમસંગ કંપનીના કિમત રૂપિયા ૧૫૦૦/- તથા એલસીડી ટીવી કિમત રૂપિયા ૫૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૩૫૦૦/- મત્તાની કોઈ અજાણ્યા તસ્કરો તસ્કરી કરી, લૂટ કરી ફરાર થઈ ગયેલ છે.

        આ બાબતે રમેશભાઈ શકરાભાઈ મોહનિયાએ તારીખ.૨૬/૦૨/૨૦૧૬ ના રોજ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૫/૧૬ ઇ.પી.કો.કલમ.૪૫૯ મુજબ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here