ગરબાડા તાલુકાના સાહડા કેનાલ પાસે તરબૂચ ભરેલ આઇસર ટેમ્પો તથા ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો

0
489

PRIYANK CHAUHAN – GARBADA

 

મધ્યપ્રદેશના કુક્ષી પાસેના ભંવરિયા ગામેથી દાહોદના વેપારીના તરબૂચ ભરીને દાહોદ જતો જીજે.૨૦.ટી.૪૯૩૩ નંબરનો આઇસર ટેમ્પો તારીખ.૨૩/૦૪/૨૦૧૮ ના રોજ રાત્રિના સાડા દસ વાગ્યા અરસામાં ગરબાડા સાહડા-પાંચવાડા વચ્ચે આવેલ કેનાલ પાસેના વળાંકમાં આઈસરના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા આઈસર ટેમ્પો સામેથી આવતા ટ્રેક્ટર નંબર.જીજે.૨૦.બી.૪૫૫૯ ની ટ્રોલિ સાથે ધડાકાભેર ભટકાતાં ટ્રેક્ટરની ટ્રોલિ પલ્ટી મારી ગઈ હતી અને આઇસર ટેમ્પો પણ પલ્ટી મારી ગયો હતો. જેમાં આઇસર ટેમ્પાના કંડક્ટર દાહોદ જિલ્લાના દેલસર ગામના કલાભાઈ મનુભાઈ મેડાને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને 108 વાન મારફતે દાહોદ ઝાઇડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરેલ છે. જ્યારે આઇસર ટેમ્પોનો ચાલક દાહોદ જિલ્લાના દેલસર ગામના ભરતભાઇ નાનુભાઈ પસાયા ઘટના સ્થળેથી નાસી છૂટેલ છે. તરબૂચ ભરેલ આઇસર ટેમ્પો પલ્ટી મારી જતાં બધાજ તડબૂચ રોડ ઉપર વેરવિખેર થઈ ગયા હતા અને આઇસર ટેમ્પાને ભારે નુકશાન થવા પામેલ છે જ્યારે ટ્રેક્ટરની ટ્રોલિને પણ નુકશાન થયેલ છે.

આ અકસ્માત બાબતે આઇસર ટેમ્પાના માલિક દાહોદના ગોધરા રોડ, લેકવ્યું એપાર્ટમેંટમાં રહેતા બુરહાન હુસેનીભાઈ બામણીયાવાલાએ આઇસર ટેમ્પાના ચાલક ભરતભાઇ નાનુભાઈ પસાયા વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here