ગરબાડા તાલુકાના સાહડા ગામની કેનાલ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવારનું કમકમાટીભર્યું મોત

0
279

PRIYANK CHAUHAN – GARBADA

 

THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS

ગરબાડા તાલુકાના સાહડા ગામની કેનાલ પાસે આજરોજ બપોરે સાડા બાર વાગ્યાના સુમારે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક સવારને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજતા મૃતકની લાશને ગરબાડા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમર્ટમ માટે લઈ ગયેલ છે. આ અકસ્માત સંદર્ભે મૃતકના ભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ નોંધાવેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના વણભોરી ગામના માનસીંગ છત્રાભાઈ મેડા આજ તારીખ.૨૮/૦૫/૨૦૧૮ ના રોજ તેમના ઘરેથી તેમની મોટર સાઇકલ નં.જીજે.૨૦.એલ.૫૬૯૮ લઈને ગરબાડા તાલુકાના સીમળીયાબુઝર્ગ મુકામે તેમની છોકરીને મળવા આવવા નીકળ્યા હતા તે દરમ્યાન બપોરે ૧૨:૩૦ કલાકે સાહડા કેનાલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને અડફેટમાં લઇ ટક્કર મારતા તેઓના શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં માનસીંગભાઈનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજયુ હતું. આ અકસ્માત સર્જાતા મૃતકના ભાઈ ઘટના સ્થળે આવી જતાં ૧૦૮ વાન તથા સ્થાનિક લોકો પણ દોડી આવતા માનસીંગભાઈની લાશને ગરબાડા સરકારી દવાખાને પોસ્ટમર્ટમ માટે મોકલી આપેલ છે.

આ અકસ્માત સંદર્ભે મૃતકના ભાઈ દેવસીંગભાઈ છત્રાભાઈ મેડાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસર ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here