ગરબાડા તાલુકાના સાહડા ગામે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે મોત

0
135

યુવકનું માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ થયું હોવાનું પીએમ રિપોર્ટમાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

ગરબાડા તાલુકાના સાહડા ગામે કેનાળ પાસે અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માત સંદર્ભે મૃતક યુવકના નાના ભાઇએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસર ફરીયાદ નોંધાવી છે.

પોલીસ વિભાગ દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, ગરબાડા તાલુકા ના બોરીયાલા ગામના ગારી ફળીયામાં રહેતા ૩૧ વર્ષીય દિલીપભાઈ ભાગચંદભાઈ ગારી ગઇકાલ તા.૨૩/૦૫/૨૦૧૯ ના રોજ રાત્રીના સાડા દસ વાગ્યાના સુમારે નવાફળીયા મુકામે તેના પિતાના મામા કનુભાઈ પુનાભાઈ પરમારના ઘરે લગ્ન હોય ત્યાં જાઉં છું તેમ કહી ઘરેથી નીકળ્યો હતો અને અને રાત્રી દરમ્યાન દિલીપભાઈ ઘરે આવ્યો ન હતો અને આજ તા.૨૪/૦૫/૨૦૧૯ ના રોજ સવારના સાત વાગ્યાના અરસામાં દિલીપભાઈના નાના ભાઈ તેજાભાઈ ભાગચંદભાઈ બોડાણા ઉપર સાહડા ગામના તેમના મિત્ર રાજેશ ગણાવાનો ફોન આવ્યો હતો અને તેને જણાવેલ કે તમારા મોટાભાઈ દિલીપનું સાહડા ગામે કેનાળની આગળ વળાંકમાં અકસ્માત થવાથી રોડની સાઈડમાં મોટરસાઇકલ સાથે પડેલ છે તેવું જણાવ્યું હતું જેથી તેજાભાઈ બોડાણા તેમના ફળીયાના માણસો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી જતાં દિલીપભાઈની લાશને પોસ્ટમોર્ટમ માટે ગરબાડા સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી.

આ અકસ્માત સંદર્ભે મૃતક દિલીપભાઈ ભાગચંદભાઈ બોડાણા (ગારી)ના નાનાભાઈ તેજાભાઈ ભાગચંદભાઈ બોડાણાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ કાયદેસર ફરીયાદ નોંધાવેલ છે અને ફરીયાદમાં જણાવેલ છે કે, દિલીપભાઈ ભાગચંદભાઈ બોડાણા (ગારી) ની જીજે.૨૦.એએફ.૨૯૪૩ નંબરની અપાચી મોટરસાઇકલને સામેથી આવતા કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનુ વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મારા ભાઈની મોટર સાઇકલ સાથે સામેથી ટક્કર મારી ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવેલ છે. આ બાબતે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here