ગરબાડા તાલુકાની બે જુદીજુદી પ્રાથમિક શાળાથી કોમ્પ્યુટર સેટની ચોરી

0
481

  Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

ગરબાડા તાલુકાની ગાંગરડી પ્રાથમિક શાળામાંથી તથા ભરસડાના ઝેલા ફળિયા શાળામાંથી કોઈ અજાણ્યા ચોરોએ રાત્રિના સમય દરમ્યાન શાળાના  કોમ્પ્યુટર રૂમનું તાળું તોડી તથા હવા ઉજાસ ઉજાશ માટેની જાળી તોડી કોમ્પ્યુટર રૂમમાં પ્રવેશ કરી બંને શાળામાંથી કોમ્પ્યુટર સેટની ચોરી કરી લઈ ગયેલ છે જે બાબતે દેવાભાઈ પુંજાભાઈ મોરીએ ગરબાડા પોલિસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.

        પોલિસ વિભાગ પાસેથી મળેલ માહિતી મુજબ, તારીખ.૨૫/૦૨/૨૦૧૬ ના રોજ સાંજના ૫:૦૦ કલાકથી તારીખ.૨૬/૦૨/૨૦૧૬ ના સવારે ૧૦:૧૫ કલાકના સમય દરમ્યાન કોઈ અજાણ્યા ચોરે ગરબાડા તાલુકાની ગાંગરડી પ્રાથમિક  શાળાના કોમ્પ્યુટર રૂમનું તાળું તોડી રૂમમાં પ્રવેશ કરી કોમ્પ્યુટર રૂમમાં મૂકી રાખેલ એલઇડી એચસીએલ કંપનીના નંગ-૨ કી.રૂ.૪૦૦૦/- તથા કી-બોર્ડ નંગ-૨ કી.રૂ.૪૦૦/- તથા માઉસ નંગ-૨ કી.રૂ.૩૦૦/- તથા સ્પીકર સેટ – ૩ કી.રૂ.૪૫૦/- મળી કુલ રૂ.૫૧૫૦ ની મત્તાની કોઈ અજાણ્યા ચોર ચોરી કરી લઈ ગયેલ છે.

        તેવીજ રીતે તારીખ.૨૬/૦૨/૨૦૧૬ ના રોજ સાંજના ૫:૦૦ કલાકથી તારીખ.૨૭/૦૨/૨૦૧૬ ના સવારના ૭:૩૦ કલાક દરમ્યાન કોઈ અજાણ્યા ચોરે ગરબાડા તાલુકાની ઝેલા ફળિયા શાળામાં હવા ઉજાશ માટેની જાળી તોડી શાળાના કોમ્પ્યુટર રૂમમાં પ્રવેશ કરી કોમ્પ્યુટર રૂમમાં મૂકી રાખેલ એલસીડી નંગ-૩ કી.રૂ.૬૦૦૦/- તથા સી.પી.યુ. નંગ-૧ કી.રૂ.૭૦૦૦/- તથા કી-બોર્ડ નંગ-૪ કી.રૂ.૮૦૦/- તથા માઉસ નંગ-૪ કી.રૂ.૬૦૦/- તથા સ્પીકર સેટ-૪ કી.રૂ.૬૦૦/- તથા યુ.પી.સી. નંગ-૨ કી.રૂ.૨૦૦૦/- તથા એફપીએસ નંગ-૪ કી.રૂ.૧૦૦૦૦/- પાવર સ્ટ્રીપ નંગ-૧ કી.રૂ.૧૦૦/- મળી કુલ રૂપિયા ૨૭૧૦૦/- ની મત્તાની કોઈ અજાણ્યા ચોર ચોરી કરી લઈ ગયેલ છે.

        આ બાબતે દેવાભાઈ પુંજાભાઈ મોરીએ અજાણ્યા ચોર વિરુદ્ધ ગરબાડા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૬/૧૬ ઇ.પી.કો.કલમ.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here