ગરબાડા તાલુકાની ૨૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર

0
1768

        

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYNK CHAUHAN GARBADA

  ગરબાડા તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર હતી પરંતુ માતવા ગ્રામ પંચાયત સમરસ થતાં ૨૩ માંથી ૨૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી ૨૭ ડિસેમ્બરના રોજ યોજાયેલ હતી જેમાં ૭૭.૪૪ ટકા મતદાન થયેલ હતું.

          ગ્રામ પંચાયતોની ચૂંટણીનું શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયેલ મતદાન બાદ ગુરુવાર તારીખ.૨૯ ડિસેમ્બરના રોજ સવારથી જ મત ગણતરી પ્રક્રિયા ગરબાડા માધ્યમીક શાળા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારો અને એજન્ટોની ઉપસ્થિતિમા હાથ ધરાઈ હતી જેમાં સવારથી ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળેટોળા મત ગણતરી મથક ઉપર ઉમટી પડતાં હૈયેહૈયું દબાય તેટલી ભીડ જોવા મળી હતી. જેમ જેમ પરિણામો જાહેર થતાં ગયા તેમ તેમ વિજેતા ઉમેદવારોના સમર્થકોએ વિજયી ઉમેદવારોને ફુલહાર પહેરાવી આનંદ ઉત્સાહ અને હરખ સાથે અબિલ ગુલાલ ઉડાવીને વધાવી લીધા હતા અને ડીજેના તાલે વિજય સરધસ સાથે તેમના ગામ તરફ પ્રયાણ કર્યું હતું. જ્યારે હારેલા ઉમેદવારો વીલા મોએ પરત ફર્યા હતા. બેલેટ પત્રથી મતદાન થયું હોવાથી મત ગણતરી મોટી રાત સુધી ચાલતા ઉમેદવારો અને તેમના સમર્થકોના ટોળેટોળા મોડી રાત સુધી પણ જોવા મળ્યા હતા.

ગ્રામ પંચાયતવિજેતા સરપંચ ઉમેદવારનું નામમળેલ મત
બોરીયાલાપારસીંગભાઈ બચુભાઈ પરમાર૧૭૫૪
દેવધાધુળીબેન સુમાભાઇ દેહદા૭૧૫
પાંચવાડાદિતુબેન રામસીંગભાઈ ડામોર ૭૪૪
સાહડાશકુંતલાબેન નારણસિંહ રાઠોડ૫૭૫
ગાંગરડાનિલેશભાઈ રાયસીંગ ભાભોર૮૯૫
ગુલબારગવરીબેન મેસુભાઈ મંડોડ૮૪૬
જાંબુઆનરસિંહ ખુમાનભાઈ પારગી૭૩૨
નિમચનર્મદાબેન છત્રસિંહ પરમાર૩૦૧
ભેનબળાભાઇ મગનભાઇ ભુરીયા૧૪૧૫
પાટીયાશનુબેન ખેતીયાભાઇ ભુરીયા૧૩૭૨
દાદુરવિપુલકુમાર રામસીંગ બામણ્યા૪૩૩
ગાંગરડીરધુનાથસિંહ કરણસિંહ બારીયા૬૧૬
ભરસડાજીજ્ઞાબેન ગિરીશકુમાર બામણ્યા૭૪૧
નળવાઈશારદાબેન ઘનજીભાઇ સંગાડા૯૭૨
નાંદવાસિતાબેન મડુભાઇ ગોહિલ૪૧૯
છરછોડાધર્માબેન મોતીભાઈ ભાભોર૭૨૯
મિનાકયારસતાબેન ભીમાભાઇ બીલવાળ૮૬૪
આંબલીબિનુબેન મુકેશભાઇ પલાસ૬૫૩
જેસાવાડાસંદીપ માનસીંગ રાઠોડ૭૩૯
સીમ.બુઝર્ગજાલુબેન જુવાનસિંહ પરમાર૯૨૩
ટુંકીવજુભાનુપ્રસાદ વાલચંદ ગોહિલ૧૬૪૩
નઢેલાવદિતુબેન રતનાભાઈ હઠીલા૨૧૭૩
માતવાચંદુબેન બાદરભાઈ પલાસસમરસ

        

        મત ગણતરી મથકે તથા મત ગણતરી દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બનેલ ન હતો અને મત ગણતરી શાંતિમય વાતાવરણમાં સંપન્ન થતાં ચૂંટણી વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here