ગરબાડા તાલુકામાં આદિજાતિ વિકાસ ગૌરવ યાત્રાનો “ગૌરવ રથ” ફેરવી લોકોને સરકારના વિકાસના કામોની માહિતી આપવામાં આવી

0
336

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા, ગુલબાર, બોરિયાલા ગામમા આજે તા.૧૫/૦૬/૨૦૧૭ના ગુરુવારના રોજ આદિજાતિ વિકાસ ગૌરવ યાત્રાનો “ગૌરવ રથ” ફેરવવામાં આવ્યો હતો.

ગરબાડા ખાતે પંચાયત ઓફિસ પાસે આદિજાતિ વિકાસ ગૌરવ યાત્રાનો “ગૌરવ રથ” સવારે નવ કલાકે આવી પહોંચતા આ “ગૌરવ રથ” મારફતે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આદિવાસી વિસ્તારના તેમજ વિસ્તારના લોકો માટે સરકાર દ્વારા કરવામાં આવેલ વિવિધ વિકાસના કામોની વિસ્તૃત માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવી હતી અને ત્યાં હાજર રહેલા લોકોને પેમ્પ્લેટ તેમજ માહિતી પુસ્તિકા આપીને તેમજ ભવાઇના કાર્યક્રમ થકી સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોથી માહિતગાર કર્યા હતા. જે તસવીરમાં નજરે પડે છે.

પોતાના ગામમાં તેમજ તાલુકામા સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસ કાર્યો અંગે સ્થળ પર માહિતી મેળવવા આવેલા લોકો પાસે અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને સરકાર પાસે લોકો હાલ શું અપેક્ષા રાખી રહ્યા છે અને સરકારે કયા કયા નવા કામો કરવાની જરુર છે અને કયા કામો કરવાના બાકી રહી ગયા છે. તે અંગે સુઝાવ આપવા સ્થળ ઉપર ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.

ગરબાડામાં આદિજાતિ વિકાસ ગૌરવ યાત્રાના રથ પર માહિતી મેળવવા મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here