ગરબાડા તાલુકામાં ઘાંસની જરૂરિયાત સામે ઘાંસનો જથ્થો ઓછો આવતો હોવાની પશુપાલકોની બુમ

0
525

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272

     

 

Priyank Chauhan Garbada

   ગત ચોમાસામાં નહિવત વરસાદના કારણે સમગ્ર રાજ્યમાં પાણી અને ઘાંસચારાની અછત સર્જાયેલ છે. હાલમાં પ્રવર્તી રહેલ ઘાંસચારાની અછતને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં અબોલા પશુઓ માટે ઘાસની વ્યવસ્થા કરી ઘાંસ ડેપો શરૂ કરવામાં આવેલ છે.

        ગરબાડા તાલુકામાં મુંગા અબોલા પશુઓ માટે ઘાસની વ્યવસ્થા સરકારશ્રી તરફથી કરવામાં આવેલ છે અને ઘાંસડેપો શરૂ કરવામાં આવેલ છે અને જે તે ગ્રામ પંચાયતોમાંથી પશુપાલકોને ઘાસ વિતરણ કાર્ડ આપવામાં આવેલ છે તેના આધારે પશુપાલકોએ ઘાંસડેપો ઉપરથી ઘાંસ મેળવવાનું હોય છે. પરંતુ ગરબાડા તાલુકામાં ઘાંસની જરૂરિયાત સામે ઘાંસનો જથ્થો ઓછો આવતો હોવાની પશુપાલકોની બૂમો પડી રહેલ છે.

        જાણવા મળ્યા મુજબ પશુપાલકો ઘાંસ મેળવવા રાત્રિના બે-ત્રણ વાગ્યાથી ઘાંસ વિતરણ ડેપો ઉપર પહોંચી જઈ લાઇન લગાવીને બેસી જતાં હોય છે અને આખો આખો દિવસ ધોમધકતા તાપમાં લાઇનમાં ઊભા રહેવા છતાં પશુઓ માટે ઘાંસ નહીં મળતાં પશુપાલકોને ઘાંસ લીધા વિના વિલા મોઢે પરત ફરવું પડે છે અને ઘાંસનો જથ્થો ઓછો આવવાથી ઘાંસ નહીં મળતા પશુપાલકોની હાલત દયનીય બની રહી છે. જેથી ગરબાડા તાલુકાના પશુપાલકોની માંગણીને ધ્યાનમાં રાખી પશુઓ માટે ઘાંસની જરૂરિયાતને પહોંચી વળવા સરકારશ્રી તરફથી ગરબાડા તાલુકામાં ઘાંસનો વધુ (પુરતો) જથ્થો ફળવાય તેવી પશુપાલકોની માંગ છે. જેથી કરીને તમામ પશુપાલકોને ઘાંસનો પુરતો જથ્થો મળી રહે અને અબોલા મુંગા પશુઓનો જીવ બચાવી શકાય.

 
Byte : પરમાર મધુસિંહ :

          અમે છેલ્લા બે દિવસથી ઘાંસ લેવા આવીએ છીએ પણ ઘાસનો જથ્થો ઓછો આવવાથી અમને હજુ સુધી ઘાંસ મળ્યું નથી, આજે પણ અમે વહેલી સવારના ઘાંસ લેવા માટે આવ્યા છીએ.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here