ગરબાડા તાલુકામાં ચૈત્રી નવરાત્રિ તથા રામ નવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

0
546

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan – Garbada

શક્તિની આરાધનાના પાવન પર્વ ચૈત્રી નવરાત્રિની ગરબાડા તાલુકામાં ભક્તિભાવપૂર્વક માં શક્તિની આરાધના કરવામાં આવી હતી. ગરબાડા તળાવ ઉપર આવેલ ચામુંડા માતાજીનાં મંદિરે આ વર્ષે પણ દર વર્ષની જેમ આઠમ નિમિતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમનું હવન અને માતાજીનાં દર્શનનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. નવરાત્રિ દરમ્યાન આઠમના દિવસનો વિશેષ મહિમા હોય છે અને માતાજીની પુજા અર્ચના કરવા માતાજીનાં મંદિરમાં રોજ કરતાં વધુ ભક્તોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી અને માં ના જયજયકારથી મંદિર ગુંજી ઉઠતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

        તથા આજરોજ ભગવાન શ્રી રામનો જન્મ દિવસ (રામ નવમી) નિમિતે ગરબાડા ખાતે આવેલ શ્રી રામજી મંદિર તથા ઠાકોર મંદિરમાં ભગવાનનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો તથા મંદિરોમાં ભજનકીર્તન, હનુમાન ચાલીસાના પાઠ, ભગવાન શ્રી રામ લલ્લાની આરતી વિગેરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવાં આવ્યું હતું અને ગરબાડા તાલુકાનાં બીજા મંદિરોમાં પણ ભક્તોએ રામ નવમીની ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here