ગરબાડા તાલુકામાં થયેલ શૌચાલય કૌભાંડના આરોપી રોઝ સંજયના કોર્ટમાંથી રીમાન્ડ મેળવતી ગરબાડા પોલીસ

0
333

PRIYANK CHAUHAN – GARBADA

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં શૌચાલય યોજનામાં ચુક્વણા વાઉચર મુજબના આશરે ચાર હજાર જેટલા શૌચાલયોના લાભાર્થી ઓના ફોર્મ સહિતના અગત્યના દસ્તાવેજો રજૂ નહીં કરી આશરે રૂપિયા સાડા ચાર કરોડ ઉપરાંતની માતબર રકમની ઉચાપત કરી શૌચાલય યોજનામાં મસમોટું કૌભાંડ આચરનાર શૌચાલય કૌભાંડના આરોપી ગરબાડા તાલુકાના નીમચ ગામના રોઝ સંજયકુમાર દલસીંગભાઇની ગરબાડા પોલીસે બાતમીના આધારે દાહોદ ખાતેથી ધરપકડ કર્યા બાદ તેને તા.૧૯/૦૪/૨૦૧૮ ના રોજ ગરબાડા કોર્ટમાં તેના રીમાન્ડ મેળવવા હાજર કરી ગરબાડા પોલીસે આરોપી રોઝ સંજયના કોર્ટમાંથી જરૂરી રીમાન્ડ મેળવી આ શૌચાલય કૌભાંડની વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here