ગરબાડા તાલુકામાં દિપાવલી અને નવાવર્ષની હાર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

0
1894

Priyank-new-Passport-Pic-258x300(1)
logo-newstok-272-150x53(1)PRIYANK CHAUHAN GARBADA

વિક્રમ સંવત ૨0૭૨ ની વિદાય અને શરૂ થતાં સંવત ૨૦૭ ના આગમનની ગરબાડા તાલુકાના લોકોએ ધૂમધડાકા અને આતશબાજી સાથે ઉજવણી કરી હતી. વિદાય લેતા વર્ષને અને નવાવર્ષના આગમનને લોકોએ પોતાના ઘરો ઉપર રંગરોગાન કરી રંગબેરંગી રોશની, રંગોળી કરી તથા દિપ પ્રગટાવી દારૂખાનાના ધૂમધડાકા સાથે લોકોએ અવકારયું હતું. garbada-gaygohari-2

ગરબાડા તાલુકાની જનતાએ હાર્ષોલ્લાસ સાથે દિવાળીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કર્યા બાદ અપાર આનંદ અને ઉત્સાહભેર નવાવર્ષની પણ ઉજવણી કરી હતી અને જોરદાર આતશબાજી સાથે નવા વર્ષને વધાવ્યું હતું અને લોકોએ એકબીજાને મળી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તથા મંદિરોમાં અન્નકૂટના ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી.

ભગવાન શ્રીકૃષ્ણનાં ગૌપ્રેમને તાદ્રશ્ય કરતી ગાયગોહરીનાતહેવારની પણ ગરબાડા, ગાંગરડીમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી ચાલતી આવતી આ ગાયગોહરી પાડવાના તહેવારની પરંપરા આજે પણ અહીની પ્રજાએ એટલાજ ઉત્સાહ અને ધામધૂમથી ઉજવી હતી અને આ ગાયગોહરી જોવા ગામ પરગામથી મોટી સંખ્યામાં માનવ મહેરમાણ ઉમટી પડ્યું હતું.navi-final-diwali

ગાયગોહરીની ઉજવણી દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે પોલિસ તંત્ર દ્રારા પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here