ગરબાડા તાલુકામાં બોર્ડની પરીક્ષાનો થયેલ પ્રારંભ

0
295

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયેલ છે જેના ભાગરૂપે ગરબાડા તાલુકામાં પણ ગરબાડા, ગાંગરડી, જેસાવાડા તેમજ અભલોડ જેવા જુદાજુદા પરીક્ષા કેન્દ્રો ઉપર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયેલ છે.  આજે પ્રથમ દિવસે બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી અને પરીક્ષા દરમ્યાન કોઈપણ જાતની ગેરરીતિ થઈ હોય તેવું જાણવા મળેલ નથી.

પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને પરીક્ષા દરમ્યાન કોઈપણ જાતની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા બોર્ડ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે અને દરેક પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા લગાવી પરીક્ષાર્થીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર કોઈપણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે જરૂરી પોલિસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here