ગરબાડા તાલુકામાં લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક(કોન્સ્ટેબલ), એસ.આર.પી. કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સંવર્ગની લેખિત પરીક્ષા લેવાઈ

0
1808

 

 Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)

      PRIYANK CHAUHAN GARBADA 

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ દળમાં વર્ગ-3 ની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક, એસ.આર.પી. કોન્સ્ટેબલ, જેલ સિપાહી (પુરુષ), જેલ સિપાહી (મહિલા)/મેટ્રન સંવર્ગની કુલ ૧૭૫૩૨ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની લેખિત પરીક્ષા આજરોજ રવીવાર તારીખ.૨૩/૧૦/૨૦૧૬ ના રોજ યોજાઇ હતી જેમાં ગરબાડા તાલુકાના ગરબાડા, જેસાવાડા, ગાંગરડી અને અભલોડ કેન્દ્ર ઉપર પણ કોન્સ્ટેબલ-લોકરક્ષક, એસ.આર.પી.કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સંવર્ગની લેખિત પરીક્ષા લેવાઈ હતી અને આ ચારેય કેન્દ્રો ઉપર કુલ ૩૫૧૦ પરીક્ષાર્થીઓ પૈકી ૨૭૭૮ પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા આપી હતી અને ૭૩૨ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા આપવા આવેલ તમામ પરીક્ષાર્થીઓની બંને હાથની પ્રથમ આંગળીની ફિંગર પ્રિન્ટ લેવામાં આવી હતી અને સાથેસાથે પરીક્ષાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી.

 

કેન્દ્રકુલહાજરગેરહાજર
ગરબાડા યુનિટ-૧૬૦૦૪૮૦૧૨૦
ગરબાડા યુનિટ-૨૫૧૦૩૯૩૧૧૭
જેસાવાડા યુનીટ-૧૬૩૦૫૦૯૧૨૧
જેસાવાડા યુનીટ-૨૩૬૦૨૮૭૭૩
ગાંગરડી૬૦૦૪૬૪૧૩૬
અભલોડ૮૧૦૬૪૫૧૬૫
કુલ૩૫૧૦૨૭૭૮૭૩૨

 

          પરીક્ષા દરમ્યાન કોઈપણ જાતની ગેરરીતિ થાય અને પરીક્ષાશાંતિપૂર્ણ માહોલમા સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી અને પરીક્ષા દરમ્યાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગ રૂપે પરીક્ષા કેન્દ્રો ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામા આવ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here