ગરબાડા તાલુકામાં શિવરાત્રિ મહાપર્વની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી.

0
315

priyank-passport-photo-newlogo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રિ, આ મહા પર્વ નિમિતે ગરબાડા તાલુકાના વિવિધ શિવાલયોને શણગારીને મહાશિવરાત્રિના પાવન પર્વની આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના વિવિધ નાનામોટા શિવાલયોમાં ભગવાન શંકર ભોલેનાથના ર્શનાર્થે ભક્તજનો વહેલી સવારથીજ ઉમટી પડયા હતા અને ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવલિંગ ઉપર જળાભિષેક તથા વિવિધ સામગ્રીથી અભિષેક કરતાં નજરે પડયા હતા અને તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા.

ગરબાડા રામનાથ મહાદેવના મંદિરે ભગવાન શિવને પ્રિય એવી ભાંગ (મિસરીયુક્ત) પ્રસાદીરૂપે દર્શનાર્થીઓને આપવામાં આવી હતી.

શિવરાત્રિના મહાપર્વને અનુલક્ષીને ભગવાન શિવને પ્રસન્ન કરવા ગરબાડા રામનાથ મહાદેવના મંદિરે ભક્તજનો દ્વારા રાત્રીના સમયે ચાર પ્રહર પુજા પાઠનું પણ આયોજન કરવામાં આવનાર છે તેવું જાણવા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here