ગરબાડા તાલુકામાં શૌચાલય કૌભાંડ આચારનાર આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર, આરોપીની વહેલીતકે ધરપકડ કરવા ગરબાડા તા.પં.પ્રમુખની ગરબાડા PSIને લેખિત રજૂઆત

0
288

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

  • આશરે સાડા ચાર કરોડ ઉપરાંતની માતબર રકમનું શૌચાલય કૌભાડની આશંકા.
  • ફરીયાદ નોંધાયાને પંદર દિવસ જેટલો સમય થયો હોવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર.
  • આરોપીની વહેલી તકે અટક કરવા ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબેન શૈલેષભાઈ ભાભોર દ્વારા ગરબાડા PSIને લેખિત રજૂઆત કરવામાં આવી.
  • આરોપીને વહેલી તકે પકડવામાં આવેતો તપાસ દરમ્યાન અનેક ધુરંધરોના નામો બહાર આવે તેવી શક્યતા.
  • કૌભાંડ આચરવામાં ભાગ ભજવનારા મોટા માથાઓ હોવાથી આ પ્રકરણમાં ઢાંકપીછોડો કરાઇ રહ્યો હોવાનું લોક ચર્ચા.

ગરબાડા તાલુકા પંચાયતમાં કરાર આધારીત તાલુકા કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા કર્મચારી રોઝ સંજયકુમાર દલસીંગભાઇએ શૌચાલય યોજનામાં આશરે ચાર હજાર જેટલા લાભાર્થીઓના ફોર્મ સહિતના ડોક્યુમેન્ટ બારોબાર સગેવગે કરી આશરે સાડા ચાર કરોડ ઉપરાંતની માતબર રકમનું ચૂકવણુ પણ કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે ગરબાડા તા.વિ. અધિકારી દ્વારા રોઝ સંજયકુમાર દલસીંગભાઇ પાસે ફોર્મ સહિતના ડોક્યુમેન્ટની વારંવાર માંગણી કરતાં સંજય રોઝે આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી અને ડોક્યુમેન્ટ રજૂ કરવા બાબતે ગલ્લાતલ્લા કરતા નાછુટકે તાલુકા વિકાસ અધિકારી ગરબાડાએ નીમચ ગામનાં રોઝ સંજયભાઈ વિરૂદ્ધ સરકારી પુરાવાનો નાશ કરવા તથા માતબર રકમની ઉચાપત કરી શૌચાલય યોજનામાં મસમોટુ કૌભાંડ આચર્યાની આશંકાએ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગરબાડા પોલીસ સ્ટેશનમાં તા.૦૨/૦૬/૨૦૧૭ ના રોજ ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદ નોંધાવ્યાને આજે પંદર દિવસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં પોલીસ તંત્ર હાલમાં પણ આ આરોપી રોઝ સંજયને પકડવામાં નિષ્ફળ નીવડેલ છે.

શૌચાલય કૌભાંડના આરોપી રોઝ સંજયની પોલીસ દ્વારા હજુ સુધી ધરપકડ કરવામાં નહીં આવતા જેથી આ આરોપીની વહેલી તકે ધરપકડ કરવાની માંગ સાથે આધારભૂત મળેલ માહિતી મુજબ ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ ઉષાબેન શૈલેષભાઈ ભાભોર દ્વારા તારીખ.૧૫/૦૬/૨૦૧૭ ના રોજ ગરબાડા પી.એસ.આઇ.ને આ આરોપીને વહેલી તકે ઝડપી પાડવા બાબતે પોતાની સહી સિક્કા સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આરોપીને વહેલી તકે પકડવામાં આવે તો તપાસ દરમ્યાન અનેક ધુરંધરોના નામો બહાર આવે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here