ગરબાડા તાલુકામાં હનુમાન જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી  

0
515

   Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

Priyank Chauhan – Garbada     

આજરોજ ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન શ્રી રામના પરમ ભક્ત શ્રી હનુમાન દાદાની જન્મ તિથી એટલે હનુમાન જયંતીનું પાવન પર્વ હોવાથી ગરબાડા  હનુમાનજી મંદિરે ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધાર્મિક ભાવના તથા ઉત્સાહ સાથે આ પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

        હનુમાનજી મંદિરને આસોપાલવ તથા આંબાના પાનના તોરણ બાંધી તથા રોશની કરી વિશેષ શણગારવામાં આવ્યું હતું.

        વહેલી સવારથી સાંજ સુધી ભક્તજનોનો હનુમાન દાદાના દર્શન કરવા મંદિરમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો. મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ તથા આરતી કરવામાં આવી હતી જેનો ભક્તજનોએ લ્હાવો લીધો હતો તથા સાંજના સમયે મહાપ્રસાદી (ભંડારો) રાખવામાં આવ્યો હતો. જે મોડી રાત સુધી ચાલ્યો હતો.

        ગરબાડા તાલુકાનાં હનુમાનજી મંદિરોમાં પણ હનુમાન જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here