ગરબાડા તાલુકામાં હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

0
106

 

 

ગરબાડા તાલુકા મથક તેમજ તાલુકાનાં ગામોમાં હોળી પર્વની ઉત્સાહભેર આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. હોળી પ્રગટાવતા પહેલા મહિલાઓએ હોળીની પૂજા કરી કરી હતી અને રાત્રિના ૮:૧૫ કલાકે ઢબુકતા ઢોલના તાલે ધાર્મિક વિધિ સાથે હોળીનું પૂજન અર્ચન કરી હોળી પ્રગટાવવામાં આવી હતી તે દરમ્યાન મોટી સંખ્યામાં માનવમહેરામણ ઊમટ્યું હતું અને ભાવિકોએ ભક્તિભાવપૂર્વક પ્રગટતી હોળીની પ્રદક્ષિણા કરી હતી. એવિ માન્યતા છે કે, પ્રગટતી હોળીની પ્રદક્ષિણા કરવાથી વર્ષ દરમ્યાન બીમારી લગતી નથી તેવી માન્યતાના પગલે લોકો હોળીની પ્રદક્ષિણા કરતાં હોય હોય છે.

હોળીની ધજા લુટવાનો પણ એક અનેરો ઉત્સાહ હોય છે હોળીની વાંસ (ડાંડો) જેવો બળીને નીચે પડે કે તરતજ લોકો હોળીની ધજા લૂટવા માટે પડાપડી કરી ધજાની ખેંચતાણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here