ગરબાડા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

0
729

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તેમની માંગણીઓને લઈને તારીખ.૨૩/૦૩/૨૦૧૭ ના રોજ માન.મુખ્ય મંત્રીને સંબોધીને ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, સરકારના નાણાં વિભાગે તારીખ.૧૮/૦૧/૨૦૧૭ ના રોજ ફીક્સ પગારની યોજના અને નિમણુંક બાબત પગાર અને વેતન વધારા બાબતે પરીપત્ર બહાર પડેલ છે. પરંતુ આની સાથે સરકાર અને નાણાં વિભાગ જરૂરી સૂચનાઓ પણ બહાર પડેલ છે. આ પરીપત્રની જોગવાઈ અને સૂચનાઓ વર્ષ.૨૦૦૬ પહેલા નિમણુંક પામેલ તમામ ગ્રામ પંચાયત મંત્રી (પંચાયત સહાયકો) ને આનો લાભ મળે અને અમારી નિમણુંકની તારીખથી સળંગ નોકરી ગણાય અને બઢતીના લાભો મળે તેની અમારી માંગણી અને રજૂઆત છે. નિમણુંક તારીખથી પરીપત્રની જોગવાઈ મુજબના લાભો મળે અને ફીક્સ પગારમાં એમોએ બજાવેલ ૫ (પાંચ) વર્ષની સેવાઓને બઢતી, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃતિ સમયે નિવૃતિ વિષયક મળવા પત્ર લાભો અંગે સેવા તરીકે ગણવા ગરબાડા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here