ગરબાડા તાલુકા પંચાયત ભ્રષ્ટચારનો અડ્ડો, ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અનેક કૌભાંડો બહાર આવે તેવી શક્યતા

0
1142

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા તાલુકા પંચાયતમાં કરાર આધારીત તાલુકા કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ શૌચાલય યોજનામાં કૌભાંડ આચરી માતબર રકમની ઉચાપત કર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા ગરબાડા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

ગરબાડા તાલુકા પંચાયતમાં અંદાજીત 3 થી 4 કરોડ રૂપિયાનું શૌચાલય કૌભાંડ બહાર આવ્યા બાદ કોઈપણ જાતના રાજકીય કે નાણાંકીય દબાણમાં આવ્યા વગર તેની તટસ્થ તપાસ કરવામાં આવે તે જરૂરી છે અને ખરેખર કેટલી રકમનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને આ કૌભાંડમાં બીજા કેટલા વ્યક્તિઓ સામેલ છે તેની તપાસ થવી જ જોઈએ અને સાથે સાથે તાલુકા પંચાયતની બીજી અન્ય શાખાઓમાં પણ તપાસ કરવી જરૂરી છે અને બીજી શાખાઓમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અન્ય શાખાઓમાંથી પણ મોટા કૌભાંડો બહાર આવે તેમ છે અને ખાસ કરીને નરેગા યોજનામાં ચાલતા કામો તેના ધારાધોરણ મુજબ ચાલે છે કે કેમ તે બાબતની સ્થળ તપાસણી કરવામાં આવે તે જરૂરી છે અને મસ્ટરોની પણ ઝીણવટભરી પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. નરેગા યોજનામાં ચાલતા કામોની તેમજ નરેગા યોજનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો નરેગા યોજનામાં પણ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

જો ગરબાડા તાલુકા પંચાયતમાં કરાર આધારીત તાલુકા કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતો કર્મચારી આટલું મોટું કૌભાંડ આચરી શકતો હોય ત્યારે એક વાત તો સ્પષ્ટ છે કે ગરબાડા તાલુકા પંચાયત ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચુકી છે તે વાત નકારી શકાય નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here