ગરબાડા તાલુકા પંચાયત સભ્યની પેટા ચૂંટણી માટે ભરાયા ૪ ઉમેદવારી પત્રો

0
69

ગરબાડા તાલુકા પંચાયત મતદાર વિભાગ નંબર ૧૦-ગરબાડા-૨ તાલુકા પંચાયત સભ્ય માટેની પેટા ચૂંટણી તાર.૨૯/૧૨/૨૦૧૯ ના રોજ યોજાનાર છે જેમાં ગરબાડા-૨ તાલુકા પંચાયત સભ્યની ખાલી પડેલી બેઠક માટે કુલ ૦૪ ઉમેદવારો તેમની ઉમેદવારી નોંધાવી છે.

ગરબાડા તાલુકા પંચાયત મતદાર વિભાગ નંબર ૧૦-ગરબાડા-૨ તાલુકા પંચાયત સભ્ય પ્રતાપભાઈ ભગાભાઈ બામણીયા કે જેઓ નવાફળીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે વિજેતા થતાં તેઓએ ગરબાડા તાલુકા પંચાયત મતદાર વિભાગ નંબર ૧૦-ગરબાડા-૨ તાલુકા પંચાયત સભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડતાં તેની પેટા ચૂંટણી તા.૨૯/૧૨/૨૦૧૯ ના રોજ યોજાનાર છે. આ ખાલી પડેલી બેઠક માટે ગત રોજ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ હોઈ અને છેલ્લી તારીખના અંતે કુલ ૦૪ ઉમેદવારી પત્રો ભરાયા. જેમાં કોંગ્રેસ તરફથી પ્રતાપભાઈ શકરાભાઈ હઠીલાએ ઉમેદવારી નોંધાવી છે. ભાજપ તરફથી પ્રજીતસિંહ અજીતસિંહ રાઠોડે તથા અર્જુનભાઈ રસુલભાઇ ગણાવાએ તેમની ઉમેદવારી નોધાવી છે જ્યારે જવસીંગભાઈ ભાવસીંગભાઈ ગણાવાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારોના ફોર્મ ચકાસણી તા.૧૬/૧૨/૨૦૧૯ ના રોજ થશે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here