ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ ગરબાડા સ્ટેટ બેન્કની લાઇનમાં ઊભા રહી રૂપિયા ૪૦૦૦ ની નોટો બદલાવી હતી  

0
1645

 

      

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN GARBADA

  કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા ૫૦૦ તથા ૧૦૦૦ ના દરની ચલણી નોટો ચલણમાંથી એકાએક રદ કરી દેતા રૂપિયા ૫૦૦ તથા ૧૦૦૦ ના દરની નોટોબદલવાની માટે તથા ખાતામાં નોટો ડિપોઝિટ કરવાની બેન્કો તથા પોસ્ટ ઓફિસમાં કામગીરી શરૂ થયાના ત્રીજા દિવસે પણ લોકોને પડતી મુશ્કેલી બાબતે ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયાએ બપોરના બાર વાગ્યા અરસામાં ગરબાડા ખાતે આવેલ સ્ટેટ બેન્કની મુલાકાત લીધી હતી અને લોકોને રૂપિયા ૫૦૦ તથા ૧૦૦૦ ના દરની જૂની નોટો બદલવા તથા પોતાના ખાતામાં નાણાં જમા કરાવવા માટે પડતી મુશ્કેલીઓ અંગે જાણકારી મેળવી બેન્ક મેનેજરને આ બાબતે રજૂઆત કરી હતી અને બેન્ક મેનેજરને કેટલાક સવાલો પૂછ્યા હતા જેમાં બેન્કનો સમય વધારવા તથા કામચલાઉ કાઉન્ટર વધારવા તથા અશક્ત તથા વિકલાંગ લોકોને ટોકન આપવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. તે સિવાય ધારાસભ્યએ હાથમાં ફોર્મ લઈ કતારમાં ઊભા રહી રૂપિયા ૪૦૦૦ ની જૂની નોટો ચેન્જ કરાવી હતી તથા નાણાં મેળવવા માટે સવારના ચાર-ચાર વાગ્યાના આવી લાંબી લાઈનો લગાવીને કલાકો સુધી ઊભા રહેલ તમામ લોકોને પાણીના પાઉચનું ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.navi-diwali

       ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા હાથમાં ફોર્મ લઈ કતારમાં ઉભેલા તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here