ગરબાડા નગરના રામનાથ તળાવ કિનારે બાબાદેવ ગોરીયાજીનું મંદિર છે. જેનું નિર્માણ જે તે સમયના બાર ગામના પટેલ કુંવરજી દ્વારા કરવામાં આવ્યું હતું

0
792

Priyank Chauhan Garbada

ગરબાડા નગરના રામનાથ તળાવ કિનારે બાબાદેવ ગોરીયાજીનું મંદિર છે. જેનું નિર્માણ જે તે સમયના બાર ગામના પટેલ કુંવરજી દ્વારા કરવામાં આવ્યું હતુંગોરીયાજીનું જૂનું મંદિર તોડી તેની જગ્યા નવીન મંદિર બનાવવા માટે પટેલ પરિવારના અશોકભાઇ દ્વારા નવીન મંદિર બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવતા તેનું ખાતમુર્હુત ૦૭ ઓકટોબરના રોજ કરવામાં આવ્યું હતું અને આજરોજ ગોરીયાજીના નવીન મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે.

     THIS NEWS IS SPONSERED BY RAHUL HONDA        

BYTE  >> અશોકભાઈ પટેલ ગરબાડા >>  ગરબાડા ગામની તળાવ વાળી પાળ ઉપર બાબા દેવ ગોરીયાનું મંદોર છે જે અમારા કુંવરજી દાદાએ બનાવેલ છે અને આ અમારા ગરબાડા ગામના રક્ષક છે. અમારી ધાર્મિક વિધિ આદિવાસીઓ  તથા ગામની સુખાકારી સુખ શાંતિ રહે તે માટે અહિયાં બધા ગાયણા થાય છે તેમાં બડવો, પટેલ, પૂજરા અને ગ્રામજનો ભેગા થઈને આ બધી વિધિ કરે છે. નુતન વર્ષના દિવસે અને દેવ દિવાળીના દિવસે અહિયાં ધાર્મિક વિધિથી ગાયણા રાત દિવસ ચાલે છે અને દેવના પૂજન વિધિ થયા બાદ બળદો રંગવાનુ કામ ભાઈ કરે છે અને બીજા દિવસે ગરબાડામાં ગાય ગોહરીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. આ પ્રથા અમારીપેઢીઓથી ચાલતી આવે છે અને હાલમાં પણ ચાલુ છે અને ગરબાડાની ગાય ગોહરી ખુબજ પ્રખ્યાત અને જાણીતી છે અને હજારો લોકો ગાય ગોહરી દેખવા માટે અહિયાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here