ગરબાડા પંથકમાં જન્માષ્ટમી પર્વની હર્ષોઉલ્લાસ સાથે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

0
648

 

 Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)

   PRIYANK CHAUHAN GARBADA   

  ભગવાન ભોળાનાથની ભક્તિનો માસ એટલે આખો પવિત્ર શ્રાવણ માસ અને આ માસમાં તહેવારોની ભરમાળ વચ્ચે આવતી શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી, જન્માષ્ટમીના પર્વનો મહિમા અનેરો છે અને આ પર્વનો સમગ્ર દેશમાં ભારે ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.Garbada Janmashtmi-1

        જન્માષ્ટમી પર્વને લઈને ગરબાડા પંથકમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગરબાડા નગરની મધ્યે આવેલ રામજી (ઠાકોરજી) મંદિર તથા પંથકમાં આવેલ અન્ય મંદિરોને પણ શણગારવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે ભજનકીર્તન બાદ રાત્રિના બાર વાગ્યાના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ના નાદ સાથે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ હર્ષોઉલ્લાસ સાથે ધામધુમથી ઉજવવામાં આવ્યો હતો અને ભગવાન શ્રીકૃષ્ણની આરતી ઉતારવામાં આવી હતી જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તજનોએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો લ્હાવો લઈ ધન્ય થયા હતા.HONDA NAVI                   HONDA NAVI -RAHUL MOTORS DAHOD 

        ગરબાડા નગરમાં જન્માષ્ટમી પર્વને લઈને યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવાતો હતો અને ગામના યુવાનો દ્વારા ગામમાં ઠેરઠેર મટકીઓ બાંધવામાં આવી હતી અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ ઠેરઠેર મટકીફોડનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જે તસવીરોમાં નજરે પડે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here