ગરબાડા પંથકમાં જન્માષ્ટમી પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

0
132

 

 

 

THIS NEWS POWERED BY : RAHUL MOTORSશ્રાવણ વદ આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમીના પર્વનો મહિમા અનેરો છે અને જન્માષ્ટમીના પાવન પર્વની સમગ્ર દેશમાં ભારે ભક્તિભાવપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

જન્માષ્ટમી પર્વને લઈને ગરબાડા પંથકમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગરબાડા નગરની મધ્યે આવેલ રામજી (ઠાકોરજી) મંદિર તથા પંથકમાં આવેલ અન્ય મંદિરોમાં પણ વિશેષ શણગારવામાં આવ્યા હતા અને રાત્રિના સમયે ભજનકીર્તન બાદ રાત્રિના બાર વાગ્યાના ટકોરે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ‘નંદ ઘેર આનંદ ભયો… જય કનૈયાલાલ કી… હાથી ઘોડા પાલખી… જય કનૈયાલાલ કી…’ ના નાદ અને હર્ષોઉલ્લાસ સાથે આનંદમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો અને ભગવાન શ્રીકૃષ્ણની આરતી ઉતારવામાં આવી હતી જેને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તજનોએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો લ્હાવો લઈ ધન્ય થયા હતા.

ગરબાડા નગરમાં જન્માષ્ટમી પર્વને લઈને નગરના યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરના યુવાનોએ ગામમાં (બજારમાં) ઠેરઠેર મટકીઓ બાંધી હતી અને રાત્રે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ બાદ ડીજેના તાલે મટકીફોડનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here