ગરબાડા પોલીસે નીમચ ગામેથી સેવરોલેટ ગાડીમાં લાવવામાં આવતો ₹.૬૭,૫૪૦/- ની કિંમતના વિદેશી દારૂ સહિત ₹.૫,૦૦,૦૦૦/- ની કિંમતની સેવરોલેટ સાથે એક ઈસમને ઝડપી પાડયો

0
114

દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે વોચ રાખતા તે દરમ્યાન મધ્યપ્રદેશ તરફથી સેવરોલેટ કારમાં લાવવામાં આવતો ₹.૬૭,૫૪૦/- ની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી ₹. ૫,૦૦,૦૦૦/- ની કિંમતની સેવરોલેટ કાર સહિત ₹.૫,૬૭,૫૪૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને ગરબાડા પોલીસે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, આજ તા.૦૩/૦૯/૨૦૧૯ ના રોજ ગરબાડા પી.એસ.આઈ તેમના સ્ટાફના માણસો સાથે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને નીમચ ગામે આવતા ગરબાડા પી.એસ.આઇ ને બાતમી મળેલ કે, મધ્યપ્રદેશના સુતીયા તરફથી GJ.06.EH.9899 ની સફેદ કલરની સેવરોલેટ ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને આવનાર છે. જે બાતમીના આધારે ગરબાડા પી.એસ.આઇ સહિત સ્ટાફના માણસો નીમચ ચોકડી ઉપર વોચમાં ઊભા હતા. તે દરમ્યાન બાતમી વાળી સફેદ કલરની સેવરોલેટ ગાડી આવતા પોલીસે તેને ઊભી રખાવેલ અને ડ્રાઈવરને નીચે ઉતારી ગાડીની ઝડતી લેતા સેવરોલેટ ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ – ૩૦૯ જેની કિંમત ₹.૬૭,૫૪૦/- મળી આવતા ગરબાડા પોલીસે ₹.૬૭,૫૪૦/- ની કિંમતની વિદેશી દારૂ તથા ₹.૫,૦૦,૦૦૦/- ની કિંમતની સેવરોલેટ કાર સહિત કુલ ₹.૫,૬૭,૫૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર ડ્રાઈવર કિરણ મુકેશ ઠાકોર, રહે.આમોદ ભીમપુરા રોડ, નવીનગરી, જલારામ નગર, તા.આમોદ, જિ.ભરૂચને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here