ગરબાડા પોલીસે બાઇક ચોરને ઝડપી પાડી તેની પાસેથી વડોદરા અને પંચમહાલ જિલ્લામાંથી ચોરાયેલ સાત જેટલી મોટર સાઇકલ કબ્જે કરી

0
709

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

     

 Priyank Chauhan Garbada

       ગરબાડા તાલુકાનાં ટુંકીવાજુ ગામેથી એક બાઇક ચોરને ગરબાડા પોલીસે તેના ઘરમાંથી ઝડપી પાડી તેની પુછપરછ કરતાં તેને દાહોદ જિલ્લાના ગાંગરડી ગામેથી મોટર સાઇકલની ચોરી તથા વડોદરા-પંચમહાલ જિલ્લામાંથી મોટર સાઇકલો મળી કુલ આઠ મોટર સાઇકલો ચોરી કરી હોવાની કબૂલાત કરતાં ગરબાડા પોલીસે સાત જેટલી મોટર સાઇકલો કબ્જે કરી વધુ તપાસ માટે કોર્ટમાંથી આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને રિમાન્ડ દરમ્યાન વધુ ચોરીના ભેદ ખુલે તેવી શક્યતા છે.

            સ્થાનિક કક્ષાએથી મળેલ માહિતી મુજબ, તારીખ.09/03/2016 ના રોજ ગરબાડા તાલુકાના ગાંગરડી ગામના રહિશ દેવાંગકુમાર રમેશચંદ્ર શાહ પોતાની મોટર સાઇકલ તેના ઘર આંગણે મૂકીને વડોદરા દવાખાને ગયા હતા અને સાંજે સાતેક વાગ્યે પરત આવતા પોતાની મોટર સાઇકલ હીરોહોન્ડાGJ.20.L.9044 તેમના આંગણામાં  જોવા મળેલ નહીં. જેથી આજુબાજુ તપાસ કરતાં મોટર સાઇકલની કોઈ ભાળ ન મળતા છેવટે દેવાંગકુમાર રમેશચંદ્ર શાહે તારીખ.13/03/2016 ના રોજ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગરબાડા પોલીસે તેમની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરતા ગરબાડા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ટુંકીવજુ ગામનો મહેશ ઉર્ફે બટકો ઝીથરા ભુરિયા મોટર સાઇકલની ચોરી કરે છે તેવી બાતમી મળતા પોલીસે તારીખ.17/06/2016 ના રોજ મહેશના ઘરે જઈ તપાસ કરતાં મહેશ ઘરમાં હાજર મળી આવેલ તથા તેના ઘરમાંથી ડિસ્કવર મોટર સાઇકલ મળી આવતા તેના કાગળોનો વિષે તેને પૂછતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ નહીં જેથી મહેશને મોટર સાઇકલ સાથે પોલીસ સ્ટેશનમાં લાવતા તેની પુછપરછ કરતાં ગાંગરડીની ચોરી કબુલી હતી અને બીજી વડોદરા, પંચમહાલ બાજુની સાત જેટલી મોટર સાઇકલો ચોરી કર્યાની પણ તેને કબૂલાત કરી હતી અને આ તમામ ચોરીની મોટર સાઇકલ મધ્યપ્રદેશના ઝોળીયા ગામના જંગલમાં સંતાડયાનું કબૂલ્યું હતું જેથી ગરબાડા પોલીસે આ સાત જેટલી મોટર સાઇકલો કબ્જે કરી ગરબાડા પોલીસ મથકમાં લાવેલ છે.

HONDA NAVI

            જેથી આ બાબતે વધુ તપાસ માટે ગરબાડા પોલીસ દ્વારા મહેશના રિમાન્ડ માંગવામાં આવતા નામદાર કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને રિમાન્ડ દરમ્યાન આનાથી પણ વધુ મોટર સાઇકલોની ચોરીના ભેદ ખૂલે તેમ છે.

ગરબાડા પોલીસે કબ્જે કરેલ મોટર સાઇકલોની માહિતી નીચે મુજબ છે.

(૧)        ગોરવા પો.સ્ટે.જા.જોગ.  ડિસ્કવર.૧૨૫CC GJ.6.JL.5699 (વિસ્તાર-ગોરવા પો.સ્ટે)

(૨)        ગોરવા પો.સ્ટે.         હોન્ડા શાઇન GJ.6.HB.9977 (વિસ્તાર-ગોરવા પો.સ્ટે)

(3)         ગોધરા એ-ડિવિઝન ફ.ગુ.ર.નં.71/16 ઇ.પી.કો.કલમ.379 મુજબ પલ્સર 150CC (વિસ્તાર-ગોધરા)

(૪)        જે.પી.પો.સ્ટે.           પેશન પ્રો GJ.16.BF.1249 (વિસ્તાર-ગોત્રી હરીનગર વચ્ચે)

(૫)        હરણી પો.સ્ટે.જા.જોગ. હીરોહોન્ડા સ્પ્લેંડર GJ.6.AS.1082 (વિસ્તાર-VIP થી)

(૬)        ગોત્રી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૧૭/16 ઇ.પી.કો.કલમ.379 મુજબ હોન્ડા ડ્રીમ (વિસ્તાર-હરીનગરથી આગળ)

(૭)        હાલોલ પો.સ્ટે.  પલ્સર 150CC (વિસ્તાર-હાલોલ મામલતદાર કચેરી આગળથી )

BYTE : આર.બી.કટારા (પી.એસ.આઈ.ગરબાડા, પો.સ્ટે.)  :

            આરોપીને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરતાં નામદાર કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને રિમાન્ડ દરમ્યાન આનાથી પણ વધુ મોટર સાઇકલોની ચોરીનો ભેદ ખુલે તેવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here