ગરબાડા પોલીસે ભે ગામે રાત્રિ દરમ્યાન રહેણાંક મકાનમાં રેઇડ પાડી બીયર તથા દારૂ મળી કુલ રૂ।.૬૩,૦૦૦/- ની કિંમતનો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો

0
550

.

 Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada

        ગરબાડા PSI જે.વી.ચૌધરીને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે ગરબાડા પોલીસે ગરબાડા તાલુકાનાં ભે ગામે એક રહેણાંક મકાનમાં રાત્રિના સમય દરમ્યાન રેઇડ પાડી ઘરમાં મૂકી રાખેલ બીયર તથા દારૂની કુલ.૬૭૮ બોટલો જેની કિમત રૂ।.૬૩,૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરેલ છે.

        પોલિસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ, ગરબાડા PSIજે.વી.ચૌધરીને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ભે ગામે ગારી ફળિયામાં રહેતા ગમસુભાઇ કેશવાભાઈ ભાભોરના ઘરમાં પ્રોહીનો જથ્થો શૈલેષભાઈ ચુનીયાભાઇ ભુરિયા મુકી ગયેલ હોવાની બાતમીના આધારે તારીખ.૧૩/૦૩/૨૦૧૬ ના રોજ રાત્રિના બે થી ત્રણ વાગ્યાના સુમારે ગરબાડા PSI જે.વી.ચૌધરી તેમના સ્ટાફના માણસો સાથે રાખી ભે ગામે ગારી ફળિયામાં ગમસુભાઇ કેશવાભાઈ ભાભોરના ઘરે પ્રોહી રેઇડ પાડી હતી. પોલિસની રેઇડ જોઈ ગમસુભાઇ કેશવાભાઈ ભાભોર તેમનું ઘર ખુલ્લુ મુકીને નાસી ગયેલ જેથી ગરબાડા પોલિસે તેમના ઘરની તલાસી લેતા તેમના ઘરમાં મુકી રાખેલ બ્લેકફોર્ટ સુપર સ્ટ્રોંગ બિયરની ૩૮ પેટીઓ કુલ બોટલો નંગ.૪૫૬ કિમત રૂપિયા ૪૫૬૦૦/- તથા મેકડોલની પેટીઓ નંગ.૨ તથા છુટી બોટલો નંગ.૩૦ મળી કુલ બોટલો નંગ.૧૨૬ કિંમત રૂપિયા ૧૨૬૦૦/- તથા કિંગ વ્હીસ્કીની પેટી નંગ.૨ બોટલ નંગ.૯૬ કિંમત રૂપિયા ૪૮૦૦/- મળી કુલ બોટલ નંગ.૬૭૮ જેની કિંમત રૂપિયા ૬૩૦૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ.

        જે બાબતે ગરબાડા પોલીસે ગરબાડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૭/૧૬ પ્રોહી એક્ટની કલમ.૬૬બી, ૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબ ગમસુભાઇ કેશવાભાઈ ભાભોર તથા શૈલેષભાઈ ચુનીયાભાઇ ભુરિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here