ગરબાડા પોલીસે રૂ।.1,10,400/- ની કિમતની બ્લેકફોર્ટ સુપર સ્ટ્રોંગ બિયરની ૯૨ પેટી તેમજ પિકઅપ ગાડી સહિત કુલ રૂપિયા ૪,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી પડ્યો.

0
599

   Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada 

    ગરબાડા PSI જે.વી.ચૌધરીને મળેલ ખાનગી બાતમીના આધારે ગરબાડા પોલીસ ઝરીખરેલી વાણિયા ફળિયામાં હનુમાનજી મંદિર પાસે નાકાબંધીમાં હતી તે દરમ્યાન MPબોર્ડરમાંથી આવતી બાતમીવાળી પિકઅપ ગાડીને રોકાવીને ગાડીની તલાસી લેતા ગાડીમાં રાખેલ બ્લેક ફોર્ટ સુપર સ્ટ્રોંગ બિયરની પેટીઓ નંગ.૯૨ મળી આવતા ગરબાડા પોલિસે બિયરની ૯૨ પેટીઓ તેમજ પિકઅપ ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

       પોલિસ વિભાગ તરફથી મળેલ માહિતી મુજબ,ઝરીખરેલી ગામે થઈને MP બોર્ડરમાંથી એક પિકઅપ ગાડીમાં દારૂની પેટીઓ ભરીને નીકળનાર છે તેવી ખાનગી રાહે મળેલ બાતમીના આધારે તારીખ ૧૦/૦૩/૨૦૧૬ ના રોજ રાત્રિના સાડાબાર વાગ્યાના સુમારે ગરબાડા PSI જે.વી.ચૌધરી તેમના સ્ટાફના માણસો સાથે ઝરીખરેલી વાણિયા ફળિયામાં હનુમાનજી મંદિર પાસે નાકાબંધીમાં હતા તે દરમ્યાન બાતમીવાળી પિકઅપ ગાડી જેનો નંબર.GJ.20.V.3191 આવતા તે ગાડીને રોકેલ અને ગાડીની તલાસી લેતા તે દરમ્યાન એક ઈસમ ભાગી ગયેલ જ્યારે સ્ટેરિંગ ઉપર બેઠેલ ઈસમ વિનુભાઇ બાબુભાઇ ખપેડ, રહે.રાતીગાર, તા.જીદાહોદ પકડાઈ ગયેલ અને તેને પુછતાં ભાગી ગયેલ ઇસમનું નામ રાહુલભાઈ અરવિંદભાઇ મખોડિયા, રહે. કતવારા, તા.જી.દાહોદનો હોવાનું તેને જણાવેલ અને સદર ગાડીની તલાસી દરમ્યાન ગાડીમાંથી બ્લેક ફોર્ટ સુપર સ્ટ્રોંગ બિયરની ૯૨ પેટીઓ કુલ બોટલો નંગ.૧૧૦૪ કિમત રૂપિયા ૧,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ.

       આમ ગરબાડા પોલીસે રૂપિયા ૧,૧૦,૪૦૦/- ની કિમતની બિયરની ૯૨ પેટીઓ પેટીઓ કુલ બોટલો નંગ.૧૧૦૪ તેમજ પિકઅપ ગાડી કિમત રૂપિયા ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪,૧૦,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ગરબાડા પો.સ્ટે.પ્રોહી.ગુ.ર.નં.૪૫/૧૬ પ્રોહી એક્ટની કલમ. ૬૬બી,૬૫એઇ, ૧૧૬બી, ૮૧ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here