ગરબાડા પોસ્ટ ઓફિસમાં રોકડ (કેશ) ન આવવાથી ૫૦૦ તથા ૧૦૦૦ ના દરની જૂની નોટો બદલવા તથા ખાતામાંથી ઉપાડ કરવા આવેલા લોકોને નાણાં ન મળતા લોકોમાં ભારે આક્રોશ

0
823

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

 PRIYANK CHAUHAN GARBADA

       ગરબાડા નગરમાં બેન્કો તથા પોસ્ટ ઓફિસની બહાર ૫૦૦ તથા ૧૦૦૦ ના દરની જૂની નોટો બદલવા તથા ખાતામાં ભરણું કરવા તથા ખાતામાંથી નાણાંનો ઉપાડ કરવા માટે સ્થાનિક તથા આજુબાજુના ગામોના લોકો વહેલી સવારથીજ ઉમટી પડે છે જેને લઈને બેન્કોની તથા પોસ્ટ ઓફિસ બહાર રસ્તાઓ ઉપર લોકોની છેક દૂર સુધી લાંબી કતારો જામી રહી છે.

        એક તરફ લોકો ૫૦૦ તથા ૧૦૦૦ ના દરની જૂની નોટો બદલવા તથા તેમના ખાતામાં ભરણું કરવા માટે પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગરબાડા ખાતે આવેલ સબપોસ્ટ ઓફિસમાં આજ તારીખ.૧૨/૧૧/૨૦૧૬ ના રોજ લોકોની નોટો બદલવા માટેની રોકડ રકમ (કેશ) આવી ન હતી. લોકો નાણાં મેળવવા સવારના ચાર-ચાર વાગ્યાના આવી લાંબી લાઈનો લગાવીને કલાકો સુધી ઊભા રહ્યા હતા પરંતુ બપોરના ૦૧:૦૦ વાગ્યા સુધી પણ નાણાં ન આવતા નાણાની કાગડોળે રાહ દેખી વહેલી સવારથી લાઇનમાં ઉભેલા લોકોમાં ભારે હતાસા જોવા મળી હતી.

 navi-final-diwali       એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા શનિવાર-રવિવારની રજા કેન્શલ કરી દેશની તમામ બેન્કો તથા પોસ્ટ ઓફિસ ચાલૂ રાખવાના આદેશ કરેલ છે ત્યારે આજરોજ ગરબાડા પોસ્ટ ઓફિસમાં લોકોની નોટો બદલવા માટેની રોકડ રકમ (કેશ) ન આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોને વિલા મોઢે પરત ફરવાનો વારો આવતા નાણાંને લઈને આર્થિક વ્યવહાર ન થતાં લોકોના ચહેરા ઉપર લાચારી સ્પષ્ટ જોવા મળતી હતી. આજરોજ ગરબાડા પોસ્ટ ઓફિસમાં લોકોના ખાતામાં કક્ત જૂની નોટો ડિપોઝીટ જ કરવામાં કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here