ગરબાડા રંગ કુટીર ઉપર રંગ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

0
795

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN GARBADA

       રંગ પરીવાર ગરબાડા-ગાંગરડી દ્વારા આજરોજ તારીખ.૦૯/૧૧/૨૦૧૬ ના રોજ રંગ જયંતિની ગરબાડાની રંગ કુટીર ઉપર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.

      રંગ જયંતિની ઉજવણી નિમિતે વહેલી સવારે ૫:૦૦ કલાકે ગણપતિ મંદિરેથી રંગ navi-final-diwaliઅવધૂતની ધૂન સાથે ગરબાડા નગરમાં પ્રભાત ફેરી નીકાળવામાં આવી હતી. ત્યારબાદ સવારે ૮:૦૦ કલાકે રંગ કુટીર ઉપર પાદુકા પૂજનનો સંગીતમય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાદુકા પૂજનનો કાર્યક્રમ પત્યા બાદ દત્તધૂન, ભજન, રંગ અડતાલીશા,દત્તબાવનીના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. બપોરે ૧૨:૦૦ કલાકે રંગ અવધૂત મહારાજ તથા દત્ત ભગવાનની આરતી બાદ મહાપ્રસાદીનું  આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમ્યાનમોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

     ગાંગરડી ખાતે સાંજે પાદુકા પૂજનનો કાર્યક્રમ તથા રાત્રિ દરમ્યાન ભજન રાખવામાં આવનાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here