ગરબાડા APMCમાં ચેરમેન – વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી

0
447

 

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન – વાઇસ ચેરમેનની ચૂંટણી આજ રોજ તા.૨૭/૦૬/૨૦૧૮ બુધવારે યોજાઇ હતી. જેમાં ચેરમેન માટે અજિતસિંહ ભારતસિંહ રાઠોડની દરખાસ્ત શૈલેષભાઈ મખોડીયાએ તથા ટેકો પ્રતાપભાઈ બામાણિયાએ જાહેર કર્યો હતો તથા વાઇસ ચેરમેન શેખ ઈદરીશ અ.ખાલીદ (એગ્રોવાળા) ની દરખાસ્ત સાવંત કુમાર સોની તથા ટેકો  પસવાભાઇ બામણીયા એ મુકતા અન્ય કોઈ દરખાસ્ત ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આવી ન હતી તેથી ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે અજીતસિંહ રાઠોડ તથા ઇદરીશ અ. ખાલિદ શેખ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. તેમના સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. આ તબક્કે તેમના સમર્થકો, સહકારી અગ્રણીઓ, ખેડૂતો અને વેપારીઓએ શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા APMC માં ચૂંટણી દરમિયાન ખેડૂત અને વેપારી વિભાગ પણ બીનહરીફ થયેલ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here