ગાંગરડીમાં દરજી સમાજના ગાથલાજી મંદિરે દરજીસમાજનો સ્નેહમિલન કાર્યક્રમ તથા ગાયત્રી યજ્ઞ રાખવામાં આવ્યો

0
1298

 

   Priyank-new-Passport-Pic-258x300(1)

logo-newstok-272-150x53(1)PRIYANK CHAUHAN GARBADA

 દાહોદ દરજી સમાજનાં પાંચ પરગણાનાં પરમાર અને સોલંકી પરિવારોનાપૂર્વજોનાં ગાથલાજી ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ટુંકી રોડ ઉપર આવેલ છે અને આ બંને પરિવારો નિયમિત રીતે તેમના પૂર્વજોના ગાથલાજીના મંદિરે દર્શને આવે છે અને પૂજા અર્ચના કરે છે. આ બંને પરિવારોમાં કોઈપણ માંગલિક પ્રસંગ હોય ત્યારે સૌપ્રથમ ગાથલાજીને આમંત્રિત કરવામાં આવે છે. પોતાના પૂર્વજોના ગાથલાજી વર્ષોથીખુલ્લામાં હતા જેથી ગત વર્ષે દરજી સમાજના પરમાર અને સોલંકી પરિવારોના લોકોએ ભેગા મળી સ્વખર્ચે પૂર્વજોના ગાથલા ઉપર નવીન મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું હતુઅને લાભ પાંચમને દિવસે વાસ્તુ પૂજન અને નવચંડી હવનનો કાર્યક્રમ રાખવામાં આવ્યોહતો અને વધુમાં દર વર્ષે સોલંકી અને પરમાર પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ ગાંગરડી ખાતે ગાથલાજીનાં મંદિરે રાખવાનું આ કાર્યક્રમમાં નક્કી કરવામાં આવ્યુ હતુ.

        જેનાં અનુસંધાને ગત વર્ષની જેમ વર્ષે પણ આજરોજ તારીખ.૦૪/૧૧/૨૦૧૬ નાં રોજ ગાંગરડી ખાતે ગાથલાજી મંદિરે દાહોદ દરજી સમાજ પાંચ પરગણાનાં દરજીસમાજનાં પરમાર અને સોલંકી પરિવારનાં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાંઆવ્યુ હતુ તેમાં સવારમાં ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યું હતું અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ બપોરે બાર કલાકે ભોજન સમારંભ રાખવામા આવ્યો હતો. આ સ્નેહમિલનનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દરજી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યોહતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here