ગાંધીના ગુજરાતના અરવલ્લી જીલ્લાના તમામ શહેર તથા ગામડાઓમાં દેશી તેમજ વિદેશી દારૂની રેલમછેલ

0
588

Rakesh maheta logo-newstok-272-150x53(1)Rakesh Maheta – Arvalli Bureau

અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાય સમય થી દેશી તેમજ વિદેશી દારૂ અને જુગારના અડ્ડા બંધ હતા પરંતુ મોનીટરીંગ સેલ ના વડા હસમુખ પટેલ તેમજ અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા ની બદલી થતા નવા પોલીસ વડા એ  સંભાળતા જ ફરીથી દેશી તેમજ વિદેશી દારૂ તેમજ જુગારના  અડ્ડા ફરી ધમધમવા લાગ્યા છે.
અરવલ્લી જીલ્લાના તમામ શહેર તેમજ ગામડાઓમાં પોલીસની રહેમ નજર હેઠળ દેશી તેમજ વિદેશી દારૂ  બેરોકટોક ઠલવાય છે.
નામ ના આપવાની શરતે એક બુટલેગર કહ્યું “દારૂ અને જુગાર દ્વારા થતી આવક નો અમુક હિસ્સો પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ સુધી જાય છે. જેથી દારૂની સપ્લાય કરતા બુટલેગરો ને કોઈ જાત ની પોલીસ દ્વારા કનડગત તેમજ  ધરપકડ કરવામાં આવતી નથી.”
> રાજસ્થાન રાજ્યને અડીને ગુજરાત રાજ્ય ની શામળાજી તેમજ મેઘરજ તરફ ની બોદી સરહદો જોડાયેલી છે. જ્યાંથી રોજ નો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે.
> ગુજરાત  વિધાનસભા સત્ર 2016માં કોંગ્રેસ ના ધારાસભ્ય શૈલેશ પરમાર એ લેખિતમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતમાંથી કેટલો રૂપિયાનો દારૂ પકડાયો તેમજ કેટલો રૂપિયાનો દારૂનો નાશ કર્યો, તે પ્રશ્ન ના જવાબમાં ગુજરાત રાજ્યના સીએમ આનંદીબેન પટેલ એ લેખિતમાં જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન 316 કરોડ રૂપિયા નો દારૂ પકડાયો અને 205 કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો  .
> ગુજરાત રાજ્યની સ્થાપના થઇ ત્યારથી જ ગુજરાત રાજ્ય માં આલ્કોહોલનું નિર્માણ, સંગ્રહણ તેમજ વેચાણ ઉપર પ્રતિબંધ લાદી દેવા માં આવ્યો હતો. તેમ છતાં દારૂ  અને જુગાર ના અડ્ડાઓ ગુજરાત ના યુવાધન ને ખતમ કરી રહ્યા છે. બીજી તરફ બિહાર જેવા રાજ્ય એ 1 અપ્રિલ 2016 થી દેશી દારૂ તેમજ 4 અપ્રિલ 2016 થી અંગ્રેજી દારૂ ની સંપૂર્ણ બંધી ફરમાવી દીધી છે. તેમજ તેનું પૂર્ણપણે પાલન થાય તે માટે કડક કાયદા ની જોગવાય કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here