ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા વિરમગામ ક્ષત્રિય ઠાકોર સેના અને ખેડુતો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

0
171

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

 

રાજ્યના ખેડુતો અનેક સમસ્યાનો સામનો કરી હોય તેમજ સિંચાઈના પાણી, વિજળી, પાકના યોગ્ય ભાવ, પાક નિષ્ફળનુ વળતર સહિતની વિવિધ માંગણીઓને લઇને ગુજરાત રાજ્યના ખેડુતોનું દેવું માફ કરવા માંડલ ઠાકોર સેના દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતુ.

આવેદનપત્રમાં જણાવાયું છે કે ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર ની સરકારો દ્વારા ત્યાંના ખેડુતોનું દેવું માફ કરવામાં આવ્યું છે. તેજ રીતે ગુજરાત રાજ્યના ખેડુતોનું દેવું માફ કરવા માટે તેમજ વિવિઘ માંગણીઓને તથા 5 એકરથી ઓછી જમીન ઘરાવતા ખેડુતોનું દેવું સંપૂર્ણ માફ કરવું, તેમણે 1 લાખ સુધીનું દેવું માફ કરવા, સિંચાઇના પાણી પહોંચાડવા, કાયમી કૃષીનિતી જાહેર કરી તેનું અમલીકરણ કરવાં, ટેકાના ભાવ નક્કી કરવાં, સરકાર ચોક્કસ કાયમી કમિટીની રચના કરવાની માંગણી સાથે તેમજ 7 જુલાઈ 2017 સુઘીમા ખેડુતોનું દેવું માફ નહીં થાય તો 8 જુલાઈ થી અલ્પેશ ઠાકોર ની આગેવાની હેઠળ ભુખ હડતાલ પર ઉતરી જવાની માંગણી સાથે આજ રોજ માંડલ ખાતે મામલતદારને આવેદન આપ્યું. ઠાકોર સેના પમુખ મેરુજી ઠાકોર, કૌશિક ઠાકોર, માંડલ સરપંચ દેવાભાઈ ઠાકોર, રતીલાલ ઠાકોર, લખનભાઈ ઠાકોર હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here