ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. – ૧ર ની આ વર્ષની પરીક્ષાઓ નહીં યોજાય : શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

0
120

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA


કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ધોરણ – ૧ર ની CBSE બોર્ડ પરીક્ષા રદ કરવા લીધેલા નિર્ણયનું સમર્થન કરતા ગુજરાત સરકારનો નિર્ણય.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ધોરણ – ૧ર ની પરીક્ષા રાજ્યમાં આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લેવાયો.
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ – ૧ર ની વાર્ષિક પરીક્ષા આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં ધોરણ – ૧ર CBSE પરીક્ષાઓ આ વર્ષે નહિં યોજવાની ગઇ કાલ મંગળવારે જાહેરાત કરી હતી.

THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ – ૧ર ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો એટલે કે નહિ યોજવાનો નિર્ણય કર્યો છે. એમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી ભારત સરકારની ગાઇડ લાઇન અને માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર કરશે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં કહ્યું કે, આગામી તા.૭ મી જૂનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતીને અનુલક્ષીને યથાવત રહેશે.

CLEAN YOUR HAND REGULAR WITH OXI9 POMEGRANATE HAND SANITIZER

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here