ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત દ્વિતીય દિવસે ધોળકા તાલુકામાં વિવિધ કાર્યક્રમ યોજાયા

0
90
– અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વટામણ અને કૌકા ગામમાં રસોઇ શો, બાળ તંદુરસ્તી હરીફાઇ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.
અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના વટામણ અને કૌકા ગામમાં રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વટામણ અને કૌકા ગામમાં રસોઇ શો, બાળ તંદુરસ્તી હરીફાઇ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ચેરમેન ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ કુશળસિંહ પઢેરિયા તથા મુખ્ય અતિથિ તરીકે  કિરીટસિંહ ડાભી ચેરમેન જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, તાલુકા વિકાસ અધિકારી ધોળકા સાધુ સાહેબ, સીડીપીઓ ધોળકા ઘટક 2  દર્શનાબેન પટેલ, ભાજપના અન્ય હોદ્દેદારો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સીડીપીઓ ધોળકા ઘટક 2  દર્શનાબેન પટેલે જણાવ્યુ હતુ કે, ગુજરાત પોષણ અભિયાન 2020-22 અંતર્ગત બાળકો તંદુરસ્ત હરીફાઈમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવેલ તે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ પોષણ સંદર્ભે રસોઈ શો નું આયોજન કરી અને તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવેલ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવેલ છે તેવા દત્તક લેનાર વાલી ઓને પણ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતુ. જેવો દાતા તેમજ પાલક પિતા તરીકેનો રોલ ભજવશે. આ પોષણ અભિયાન હેઠળ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અને આંગણવાડી દ્વારા આપવામાં આવતી સવલતોની વિગતવાર માહિતી સાથે વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ. પધારેલ મહાનુભાવો દ્વારા આંગણવાડીની મુલાકાત કરવામાં આવી અને મુલાકાત બાદ નિયત નમૂનામાં આપેલ ચેક લીસ્ટ પણ ભરવામાં આવ્યુ હતુ. તેની સાથે સાથે નાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા તે તમામ બાળકોને મહાનુભાવો દ્વારા ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વધુમાં રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ વિવિધ નાની ફિલ્મો જેવી કે બીજું પિયરઘર તથા વૃક્ષમાં બીજ તું તેમજ અમૂલ્ય 1000 દિવસ બધા તથા પોષણ અદાલત કે જે શાળાના બાળકો દ્વારા નાટક ભજવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત પોષણની આરતી પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here