ગુજરાત વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળના સંયુકત ઉપક્રમે યોજાયેલ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તેની પૂર્વ સંધ્યાએ પર્યાવરણ જાગૃતિ રેલી રેલીનું આયોજન થયુ

0
1359

Keyur A. Parmar logo-newstok-272-150x53(1)Keyur Darmar Dahod Bureau

૫મી જૂનના દિવસે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણ જાગૃતિ હેતુ ગુજરાત વન વિભાગ અને પ્રકૃતિ મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે તેની પૂર્વ સંધ્યાએ એક રેલીનું આયોજન થયુ હતું. સમસ્ત વિશ્વમાં પર્યાવરણની કથળતી હાલતની સામે લોકજાગૃતિ આવે અને લોકો વનશ્રીના વિવિધ પાસાઓને સમજી જળ, વૃક્ષો અને સ્વચ્છતા પ્રત્યે સભાનતા દાખવે તેવા શુભાશયથી વિવિધ કાર્યક્રમો યોજાય છે ત્યારે દાહોદ ખાતે ૧૯૮૪ થી સતત પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો કરતી સંસ્થા પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા પણ વિશ્વ પર્યાવરણ દિનની પૂર્વ સંધ્યાએ તારીખ ૪થી જૂન ૨૦૧૬ શનિવારના રોજ સાંજના ૪:૩૦ કલાકે સ્ટેશન રોડ સ્થિત પ્રકૃતિ ભવન ખાતે સૌ પ્રથમ પોલીસ તથા પ્રકૃતિ મિત્ર મંડળના બધા સભ્યોએ લોકોમાં પર્યાવરણ જાગૃતિ લાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી ત્યારબાદ પર્યાવરણ જાગૃતિના વિવિધ સ્લોગનો અને સૂત્રોચ્ચાર સાથે પ્રકૃતિ ભવનથી ભગિની સમાજ થઈ યાદગાર ચોક પરથી નગર પાલિકા ચોક સુધી એક રેલીનું આયોજન થયુ હતું.

આ રેલીમાં પ્રકૃતિ મિત્ર મંડળના પ્રમુખ ટ્રસ્ટી અજયભાઈ દેસાઇ, પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ખત્રી, મંત્રી શાકીરભાઈ કડીવાલા, પ્રકૃતિ મિત્ર મંડળના સ્થાપક સભ્યો સુધાંશુભાઈ શાહ, અશોકભાઇ પરમાર, સચિનભાઈ દેસાઇ, વૃક્ષા-રોપણના કન્વીનર નાસીરભાઈ કાપડીયા તથા લાયન્સ ક્લબ દાહોદના ઝોન ચેરમેન આસિફભાઈ મલવાસી તથા પ્રકૃતિ મિત્ર મંડળ ના અન્ય સભ્યો આ રેલી માં હાજર રહ્યા હતા.

HONDA NAVIRAHUL HONDA

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here