ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ મહીન્દ્રપાલસિંહના વરદ્દહસ્તે સંજેલી સિવિલ કોર્ટનું તારીખ ૧૯મી માર્ચ ૨૦૧૬ના રોજ ઉદ્દઘાટન

0
369

logo-newstok-272-150x53(1)faruk patelFaruk Patel – Sanjeli

દાહોદ જીલ્લાના ના નવ રચિત સંજેલી તાલુકામાં સિવિલ  કોર્ટની  ખુબ લાંબા સમયથી રાહ જોતી જનતાને આવતી ૧૯મી માર્ચ ૨૦૧૬ના દિવસથી સિવિલ કોર્ટની સગવડનો સરકાર તરફથી લાભ મળશે.
        સંજેલી તાલુકાના બાર એશોસીએશન ના નવયુવાન પ્રમુખ અજયપ્રતાપસિંહ આર. ચૌહાણએ અમારા NewsTok24 ના સંવાદાતા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે ઝાલોદમાંથી વિભાજન થયેલા નવરચિત સંજેલી તાલુકાને સિવિલ કોર્ટની સગવડમાં થોડો વિલંબ થયો છે પરંતુ વારંવારની રજુઆતોને અંતે સંજેલી ખાતે આવતી તારીખ ૧૯મી માર્ચ ૨૦૧૬ થી સિવિલ કોર્ટનો આરંભ ગુજરાત રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિ મહીન્દ્રપાલસિંહના શુભ હસ્તે સવારમાં ૧૦:૩૦ કલાકે ઉદ્દઘાટન કરવામાં આવશે. સંજેલી તાલુકાભવન માં સિવિલ  કોર્ટ માટે ફાળવવામાં આવેલ ઓફીસ રૂમને અત્યારથી જ સજ્જધજ્જ  કરવામાટે તંત્ર કામે લાગી ગયું છે. દાહોદ જીલ્લા ન્યાયાધીશ પીઠવા તેમજ દાહોદ જીલ્લા કલેકટર ગાંધીના સતત પ્રયત્નો ને કારણે સંજેલી તાલુકાને સિવિલ કોર્ટની સેવાનો લાભ શરુ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here