ગોધરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં.૧ ના છેડા તરફ અપ લાઇન પર ટ્રેનની એડફેટમાં આવી જતા એક અજાણી વ્યક્તિનું મોત

0
495

 

 

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. – ૧ ના છેડા તરફ અપ મેઈન લાઇન પર રેલ્વે કી.મી. નં. ૪૬૯/૦૬ પાસે ટ્રેન નં. ૦૧૭૦૬ ની અડફેટમાં આવી જવાથી ઇજાના કારણે એક અજાણી વ્યક્તિ આશરે ઉમર વર્ષ ૪૨ તા.૦૩/૦૮/૨૦૧૮ શુક્રવાર ના રોજ અંદાજે ૦૪:૪૦ કલાક પહેલા મોત નીપજ્યું છે. જે શરીરે ઘઉંવર્ણ, મજબૂત બંધાનો, શરીર ઉપર ગુલાબી રંગનું સફેદ ચોકડી વાળું આખી બાયનું શર્ટ, અંદર કેશરી કલરની બનીયાન અને નીચે ગ્રે કલરની પેન્ટ પહેરેલી છે.

આ બનાવની વિગત મુજબ ગોધરા રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર શાંતિલાલ બ.નં. ૯૬૫ એ અકસ્માત મોત નં. ૨૯/૨૦૧૮ CRPC કલમ નં. ૧૭૪ મુજબ અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here