ચંદ્રભાણ કટારા : હું કોંગ્રેસમાં જોડાયો નથી, ભાજપનો છું, હતો અને રહીશ, મારા ફોટો ખોટી રીતે વાઇરલ થયા છે

0
564

 

 THIS NEWS IS SPONSORED BY : RAHUL HONDA 

🅱reaking Dahod : દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ સીટના જિલ્લા સભ્ય ભાજપની રેલીમાં જસવંતસિંહ ભાભોર સાથે જીપમાં જોવાયા. સવારે તેમના ફોટા અને વિડિયો સોસિયલ મીડિયામાં બાબુભાઇ કટારા સાથે કૉંગ્રેસમાં જોડાયા લખી વાઇરલ થયો હતો. પરંતુ ભાજપની રેલીમાં તેઓને જસવંતસિંહ ભાભોર સાથે જોતા તેઓને મીડિયા દ્વારા આ બાબતે પૂછવામાં આવ્યું હતું. તેઓએ મીડિયા સમક્ષ કહ્યું કે કૉંગ્રેસના દાહોદ લોકસભાના ઉમેદવાર બાબુભાઇ કટારા મને મળવા આવ્યા હતા અને કટારા હોવાના મારા પરિવારના થાય તેથી હું ઔપચારિક રીતે મળ્યો હતો.

હું ચંદ્રભાણ કટારા છું અને તેથી પારિવારિક સબંધને સાચવવા મળ્યો હતો અને તે લોકોએ હું મળ્યો તે વખતે ફોટો પાડી વાઇરલ કર્યો હતો. હું ભાજપમાં હતો, છું અને રહીશ અને જસવંતસિંહ ભાભોર અમારા નેતા છે અને મોદી સરકારે અમારા આદિવાસીઓ માટે ઘણા કામો કર્યા છે. જેથી કૉંગ્રેસમાં જવાનો કોઈ પ્રશ્ન જ નથી અને આ વાત ખોટી છે અને વિડિયો અને ફોટા ખોટી રીતે વાઇરલ કર્યા છે. જો હું કૉંગ્રેસ માં ગયો જ હોત તો ભાજપની રેલીમાં આવ્યો જ ના હોત એટલે એ વાત ખોટી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here