ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર કરવા ગરબાડા નગરના વેપારીઓએ બજાર વચ્ચે બેનર લગાવ્યું

0
802

Priyank-new-Passport-Pic-258x300(1)

logo-newstok-272-150x53(1)

 PRIYANK CHAUHAN GARBADA

ચાઇનીઝ ચીજ વસ્તુઓનો બને ત્યાં સુધી ઉપયોગ ન કરવા અને આ બાબતેનગર અને તાલુકાની પ્રજામાં જાગૃતિ આવે તે માટે ચાઇનીઝ વસ્તુઓ ન ખરીદવા માટે ગરબાડા નગરના વેપારીઓ દ્વારા બજારની વચ્ચે બેનર લગાવવામાં આવ્યુ છે. જે તસવીરમાં નજરે પડે છે. બજાર વચ્ચે આ બેનર લાગતાં ગરબાડા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.navi 2images(2)

જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં શહિદ થયેલા ભારતીય જવાનો માટે દેશભરમાં સહાનુભૂતિનું મોજુ ફરી વળ્યું હતું ત્યારે ચીને દુશ્મન દેશ પાકિસ્તાનને સાથ આપીને કરોડો ભારતીય નાગરિકોની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કરતાં આખા દેશમાં ચાઇનીઝ ચીજ વસ્તુઓનો બહિષ્કાર થઇ રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં પણ ચાઇનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી ચાઇનીઝ વસ્તુઓ બને ત્યાં સુધી ન ખરીદવા અને વેચવા ગરબાડાના વેપારીઓ દ્વારા મેઇન બજારમાં બેનર લગાવી નગરની તેમજ તાલુકાની પ્રજાને આહવાન કરવામાં આવ્યું છે.

બેનરમાં જણાવ્યુ છે કે, દિવાળી પર આપણે ચાઇનીઝ ફટાકડા તથા લાઇટીંગનો બહિષ્કાર કરીએ તથા આતંકવાદના સમર્થક અને આપણી સરહદોને ભરખી રહેલા રાક્ષસ ચીન ઉપર ધન વર્ષા કરવાના બદલે ભારતીય દિવડા તથા ફટાકડાનો ઉપયોગ કરીએ અને દુશ્મનને દિવાળી કરાવવાના બદલે સ્થાનિક કારીગરોને સાચા અર્થમાં દિવાળી કરાવીયે. બેનરમાં વધુ લખવામાં આવ્યું છે કે જોજો આપણા સૈનિકો તરફ છુટતી ગોળીઓ ક્યાંક તમારા પૈસે ખરીદેલી ન હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here