ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે આજે ગરબાડામાં ચામુંડા માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યુ

0
124

 

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડામાં “માં શક્તિ” ની આરાધનાના પાવન પર્વ ચૈત્રી નવરાત્રીમાં ભક્તિભાવ પૂર્વક “માં ચામુંડા” ની આરાધના કરવામાં આવે છે અને ચૈત્રી નવરાત્રી નિમિત્તે ચામુંડા માતાજીને વિશેષ નયનરમ્ય શણગાર કરવામાં આવે છે. ગરબાડામાં  તળાવની પાળ ઉપર આવેલ ચામુંડા માતાજીનાં મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા.૧૩/૦૪/૨૦૧૯ શનિવારના રોજ ચૈત્ર સુદી આઠમ નિમિત્તે હવન રાખવામાં આવ્યું હતું. આઠમનું હવન, આરતી અને માતાજીનાં દર્શનનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તોએ લાભ લીધો હતો.

ચૈત્રી નવરાત્રી દરમિયાન આઠમના દિવસનો મહિમા વિશેષ હોય છે અને ચામુંડા માતાની પુજા અર્ચના કરવા “માં ચામુંડા” નાં મંદિરમાં દર્શન કરવા રોજ કરતાં વધુ શ્રદ્ધાળુ ભક્તોની આજે ઉપસ્થિતિ જોવા મળી હતી અને “ચામુંડા માત કી જય”, “જોર સે બોલો જય માતા કી” ના જયકારા થી મંદિરનું  સમગ્ર વાતાવરણ આનંદમયી બની ભક્તિમય બન્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here