THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
વરસાદના સમયમાં આકાશીય વીજળી પડવાનું જોખમ અનેક ગણુ વધી જાય છે. ત્યારે રાજ્ય કંટ્રોલરૂમ દ્વારા આ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. માર્ગદર્શિકા મુજબ જ્યારે તમે ઘરની અંદર હોય ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહો, તારથી ચાલતા ફોનનો ઉપયોગ કરશો નહીં, બારી-બારણાંથી દૂર રહો, વીજળીના વાહક બને તેવી કોઈ પણ ચીજ વસ્તુઓથી દૂર રહો, ધાતુથી બનેલા પાઈપ, નળ, કુવારો, વોશબેઝીન વગેરેના સંપર્કથી દૂર રહો. જ્યારે તમે ઘરની બહાર હોય ત્યારે ધ્યાન રાખો કે ઊંચા વૃક્ષો હંમેશા વીજળીને આકર્ષે છે, જેથી તેનો આશરો લેવાનું ટાળો, આસપાસ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશરો લેવાનું ટાળો અને ટોળામાં રહેવાને બદલે છૂટા-છવાયા વિખેરાઇ જાઓ. મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય. મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો અને મજબૂત છતવાળા વાહનમાં રહો. ધાતુની વસ્તુનો બહાર ઉપયોગ ન કરો, ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઇલેક્ટ્રીક કે ટેલિફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહો. તેમજ પુલ તળાવો જળાશયોથી દૂર રહો, પાણીમાં હોવ તો બહાર આવી જાઓ.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
તમારા માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટી થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને ઢાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે, તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં. આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વીજળીનો આંચકો લાગેલ વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર કાર્ડિયો પલમોનરી રિસક્સીટેશન એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ. તેમજ તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી જોઇએ. આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે આપાત કાલીન સંપર્ક જિલ્લા કંટ્રોલ રૂમ ૧૦૭૭ અને રાજ્ય કંટ્રોલરૂમ ૧૦૭૦ પર સંપર્ક કરવા ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.