દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ચોમાસુ શરૂ થતા જ
માંડલી, જસુણી, ઝુંસા, જીતપુરા, નેનકી, ડુંગરા, વાંસીયા જેવા અનેક ગામડામાં ભાદરવા જીવાતોનો કુદરતી રીતે ત્રાસ વધતો જાય છે. ગામડાના કેટલાક મકાનોની દીવાલો પર આવી જીવાતો કીડીયારાની જેમ ઉભરાતી હોય છે. ત્યારે ગામડાના કેટલાય પરિવારોને જમવાનું બનાવવાની પણ ખુબજ મુશ્કેલી પડતી હોયછે આવી જીવાત વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા જ્યાં ત્યાં જોવા મળતી હોય છે તેનાથી બચવા માટે ખાસ કરીને હાલમાં તેની આસપાસ તમાકું નો પાવડર બનાવીને નાખવામાં આવી રહ્યો છે આવી જીવાત કીડીઓની જેમ ઉભરાતાં દરેક લોકોને એક પ્રકારની ચીતરી ચડતી હોય છે સંજેલી તાલુકાના કેટલાક ગામડાઓમાં મકાનની દીવાલો પર થર ના ઠરની જેમ જામી જતાં આવા ભાદરવા જીવાતોનો વધતો ત્રાસ હાલમાં ગામડાના લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે. તેનો સત્વરે નિકાલ કરવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા ગ્રામજનોએ વિનંતી કરેલ છે.
ચોમાસુ શરૂ થતા જ સંજેલી તાલુકાના અનેક ગામડામાં ભાદરવા જીવાતોનો વધતો ત્રાસ
RELATED ARTICLES