નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના કરેલ. જે અનુસંધાને પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની ઝડપી પાડવા ટીમ બનાવી વ્યુહાત્મક રીતે અસરકારક કામગીરી હાથ ધરવા સૂચના કરેલ. જે સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા લીમખેડા વિભાગનાઓએ લીમખેડા ડિવિઝન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે તેમના સુપરવિઝન હેઠળ અલગ ટીમ બનાવેલ હોય. જે ટીમના કર્મચારી પો.સ.ઈ. એ.ડી. સોલંકી તથા ટીમના જયદીપસિંહ મકનસિંહ, પ્રતાપભાઈ માનજીભાઈ, રણજીતસિંહ દામાભાઈ, મેહુલભાઈ જશવંતભાઈ, શૈલેષભાઈ ભેમાભાઈ તથા ધાનપુર પોલીસ સ્ટેશનના અ.પો.કો સંદીપભાઈ ગોવિંદભાઈ, હીરાભાઈ વેસ્તાભાઈ એ રીતનાઓ ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ટીમના જયદીપસિંહ મકનસિંહનાઓને બાતમી હકીકત મળેલ કે ધાનપુર પો.સ્ટે. બી.પાર્ટ ગુ.ર.ન. ૧૧૮૨૧૦૧૪૨૨૦૦૪૬/૨૦૨૨ ધી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ-૨૦૧૧ ના સુધારાની ૨૦૧૭ ની કલમ ૫(૧), ૬(ખ), ૮(૨), ૮(૪) તથા ધી પ્રાણી ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(ઢ) તથા ઇ.પી.કો. કલમ ૪૨૯, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૧૯, ૧૩૫ મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી દિતિયાભાઈ માનસિંગભાઈ ઉર્ફે માનીયાભાઈ જાતે ગણાવા ઉંમર વર્ષ ૪૦ રહે. ધનાર પાટિયા, બોર ફળિયુ, તા. ધાનપુર, જિ. દાહોદનાનો વાસિયા ડુંગરી હાટમાં આવેલ હોવાની માહિતીના આધારે તપાસ કરતા મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારું ધાનપુર પોલીસ સ્ટેશનને સોંપેલ છે. આમ છ મહિનાથી ગૌહત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવામાં નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા વિભાગ લીમખેડાઓની ટીમને સફળતા મળેલ છે
HomeLimkheda - લીમખેડાછેલ્લા છ મહિનાથી ગૌહત્યાના ગુનામાં નાસ્તા ફરતે આરોપીને પકડી પાડવામાં નાયબ પોલીસ...