છેલ્લા દોઢેક વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા વિભાગ લીમખેડાની ટીમને મળેલ સફળતા

0
10
 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓએ હાલમાં ચાલતી લગ્ન સિઝન અન્વયે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના કરેલ જે અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાનાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ટીમો બનાવી વ્યૂહાત્મક રીતે અસરકારક કોમ્બિંગ હાથ ધરવા સૂચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા લીમખેડા વિભાગનાઓએ લીમખેડા ડિવિઝન વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ ઝડતી પાડવા માટે તેમના સુપરવિઝન હેઠળ અલગ અલગ ટીમ બનાવેલ હોય જે ટીમના કર્મચારી PSI એ.ડી. સોલંકી તથા શૈલેષકુમાર ભેમાભાઇ અ.પો.કો.બ.નં.-૧૨૧૭ તથા જયદીપસિંહ મગનસિંહ આ.પો.કો.બ.નં.-૨૫૨ તથા પ્રતાપભાઈ નાનજીભાઈ આ.પો.કો.બ.નં.-૩૪૯ તથા મહેશભાઈ તોફાનભાઈ આ.પો.કો. બ.નં.-૧૭૭ તથા રણજીતભાઈ દામાભાઈ અ.પો.કો. બ.નં.-૬૧૯ તથા મેહુલભાઈ જશવંતિભાઈ આ.હે.કો. નં.-૧૧૨૧ નાઓએ અસરકારક કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી પરિણામલક્ષી કામગીરી કરવા સ્પષ્ટ સૂચના કરેલ હોય જે આધારે લીમખેડા ડિવિઝનની નાસતા ફરતા ટીમના ઉપરોક્ત પોલીસ અધિકારી / કર્મચારીઓ લીમખેડા ડિવિઝનના અલગ અલગ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન ટીમના તથા માર્ગદર્શન આપેલ જયદીપસિંહ મગનસિંહ  આ.પો.કો.બ.નં.-૨૫૨ નાઓને બાતમી હકીકત મળેલ કે ધાનપુર  પો.સ્ટે. એ. પાર્ટ ગુ.ર.નં.-૦૦૧૦/૨૦૨૧ ICP કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એક્ટ ૮ મુજબ ગુન્હાના કામે સગીર છોકરીનું અપહરણ કરનાર મુખ્ય આરોપી રાજુ રમણભાઈ ભાભોર, રહે. ઉન્ડાર, તા.ધાનપુર, જિ. દાહોદ નાને તેના ઘરેથી ઝડપી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવા સારુ ધાનપુર પો.સ્ટે. સોપેલ છે.
આમ છેલા દોઢ વર્ષથી સગીરાના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં નાયબ પીલીસ અધિક્ષક લીમખેડા વિભાગ લીમખેડા ટીમને સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here