દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં તા.૨૨/૦૩/૨૦૨૦ ને રવિવારના રોજ કોરોના વાઇરસને લઇને તકેદારીના ભાગરૂપે સરકારશ્રી તરફથી જાહેર કરેલા લોક ડાઉનને લઈને લોકોના આરોગ્યની સલામતી માટે દાહોદ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન મુજબ સંજેલી પોલીસ સ્ટેશનના PSI ડી.જે.પટેલ તથા પોલીસ સ્ટાફ તેમજ ટ્રેનિંગમાં મુકાયલા SRP જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. સંજેલી નગરના લોકો એ જનતા કર્ફ્યુમાં સહકાર આપ્યો હતો. જયારે માંડલી તેમજ આસપાસના ગામડાઓમાં પણ તમામ દુકાનો બંધ રહી હતી સંજેલી બજારમાં જનતા કર્ફ્યુ ને લઈ બધી જ દુકાનો બંધ રહી હતી અને સાંજના ૦૫:૦૦ વાગ્યા થી પાંચ મિનિટ સુધી દરેક વ્યક્તિ પોતાના ઘર માંથી બહાર આવીને થાળી, ઘંટડી, શંખ, તાળી અને ગાયત્રી મંત્રનું જોર જોરથી ઉચ્ચારણ કર્યું હતું.
