જળના અધિષ્ઠાતા અને સૃષ્ટિનાં સર્જનહાર દેવાધિદેવ મહાદેવ શિવજી ની આરાધના કરવાના પર્વ મહાશિવરાત્રી એ દાહોદ શહેરનાં શિવમંદિરો રોશની થી ઝળહળી ઉઠ્યા અને સિંધી સમાજ દ્વારા પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવી હતી

0
781

Divyesh Jain logo-newstok-272-150x53(1)Divyesh Jain Dahod

જળના અધિષ્ઠાતા અને સૃષ્ટિનાં સર્જનહાર દેવાધિદેવ મહાદેવ શિવજી ની આરાધના કરવાના પર્વ મહાશિવરાત્રી એ દાહોદ શહેરનાં શિવમંદિરો  રોશની થી ઝળહળી ઉઠ્યા હતા તેમજ શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવા શિવભકતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો સિંધી સમાજ દ્વારા પરંપરાગત મુજબ શોભાયાત્રા કાઢવામાં આવી હતી shivratri1

                               દેવાધીંદેવ ભગવાન શિવજી ની પૂજા અર્ચના કરવાના મહાશિવરાત્રી પર્વ શિવભકતો માટે અતિ મહાત્મ ધરાshivratri2વતું પર્વ છે વિષપાન કરનાર ભગવાન નીલકંઠનાં મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવા શિવરાત્રી ની પૂર્વ સંધ્યા એ શિવાલયો શણગારવા માં આવ્યા હતા તેમજ અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જયારે  શિવરાત્રી પર્વે દાહોદનાં શિવાલયોમાં શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સવાર થી જ મહારુદ્ર શિવમહિમન સ્ત્રોત્રનાં પાઠ ભજન કીર્તન અને બમ બમ ભોલેનાં નારા થી શિવ મંદિરો ગુંજી ઉઠ્યા હતા જ્યારે દાહોદ દેસાઈવાડ ગોવર્ધન ચોકમાં બ્રહ્મસમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ પરજન્યયાજ્ઞ યજ્ઞ યોજવામાં આવ્યો હતો જ્યારે સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે ગોદી રોડ થી શિવજી ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી મંડાવ ચોકડી ખાતે પૂર્ણ થઇ હતી તો પ્રતિવર્ષ ની જેમ મેલનાં આરે સંગમ સ્થળે શિવરાત્રી નિમિતે ભરાયેલા મેળામાં ખુબ મોટી સંખ્યા માં લોકો ઉમટી પડી મેદાનો આનંદ લૂટ્યો હતો.shivratri4
                                 ધાર્મિક મહાત્મ ધરાવતા મહાશિવરાત્રીપર્વમાં શિવભકતોમાં ઉપવાસ નું મહત્વ છે તેમ શિવરાત્રીની ઉજવણીમાં ભાંગ ન હોય તો ફીક્કી ગણાય શહેરના વિવિધ વિસ્તારમાં શિવરાત્રી પર્વને લક્ષમાં રાખીભાંગ ઠંડાઈ બનાવી ભક્તો ને પ્રસાદ  રૂપે પીરસવામાં આવી હતી દાહોદ સહીત  જીલ્લામાં શિવરાત્રી પર્વની  ઉજવણી ભક્તિ ભાવ અને શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી.
shivratri3

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here