જાણો : દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા અનલોક – ૧ ( લોકડાઉન – ૫ ) ની નવી ગાઈડ લાઇનમાં શું જાહેર કરવામાં આવ્યું

0
146

THIS NEWS IS SPONSORED BY — RAHUL HONDA

દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી દ્વારા આજે તા.૩૧/૦૫/૨૦૨૦ ને રવિવારના રોજ વિડિયોના માધ્યમ થી જાહેર કર્યું છે કે તા.૩૦/૦૫/૨૦૨૦ ને શનિવારના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જે નવી ગાઇડલાઇન છે લોકડાઉન – ૫ એ ગૃહ મંત્રાલય દ્વારા અનલોક-1 તરીકે નામ આપવામાં આવ્યું છે એ અમલી કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા પણ નવી ગાઇડલાઇન છે જિલ્લા વહીવટી તંત્રને આપવામાં આવી છે. જિલ્લા કલેકટરે કહ્યું કે આ ગાઇડ લાઇનમાં ખાસ કરીને તા.૦૧/૦૬/૨૦૨૦ ને સોમવારના રોજ થી જે માર્કેટ ખોલવાનો સમય અગાઉ સવારના ૦૭:૦૦ વાગ્યાથી બપોરના ૦૪:૦૦ વાગ્યા સુધીનો હતો તે હવે બદલાઈને સવારના ૦૮:૦૦ થી સાંજના ૦૭:૦૦ કલાક સુધીનો રહેશે જિલ્લામાં જે ઓડ-ઇવન પદ્ધતિ હતી તે હવેથી બંધ થઈ જશે રાત્રીના ૦૯:૦૦ વાગ્યાથી ૦૫:૦૦ વાગ્યા સુધી કરફ્યુનું અમલીકરણ ચાલુ રહેશે. દ્વિચક્રીય વાળા વાહન પર અગાઉ એક જ વ્યક્તિ ની પરમિશન હતી તે હવેથી ૧ + ૧ એટલે કે બે વ્યક્તિ દ્વિ-ચક્રીય વાહન ઉપર બેસી શકશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા માટે કોઈ પાસ પરમિશનની જરૂર નહિ પડે, પરંતુ ખાસ કિસ્સામાં કોઈ રાજ્ય જાહેર આરોગ્યના હેતુસર એવું લાગે છે એમના રાજ્યમાં પ્રવેશ માટે પાસ પરમિશનની જરૂર છે તો એ રાજ્યો અગાઉથી જાહેરાત કરી અને પાસ પરમિશન માટે જે તે રાજ્ય અને જિલ્લાને જણાવી શકે છે. જેની સૌએ નોંધ લેવા વિનંતી.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સાથે સાથે ગૃહ મંત્રાલય દ્વારા જે ફેઝ વાઈસ રી-ઓપન કરવાનું છે તેની એક યાદી આપવામાં આવી છે. તેની વાત કરીએ તો ફેઝ – ૧ માં તા.૦૮/૦૬/૨૦૨૦ પછી જે ધાર્મિક સ્થળો છે તે અને શોપિંગ મોલ ખુલી શકશે. અને તેની SOP જે છે તે હેલ્થ મંત્રાલય અને બાકીના જે વિભાગો છે તેની સાથે બેસીને નક્કી કરવામાં આવશે. ફેઝ – ૨ ની વાત કરવામાં આવે તો ફેઝ – ૨ માં શાળાઓ, કોલેજો, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આ બધા પણ શરૂ થશે પરંતુ એ જુલાઈમાં શરૂ થશે. એના પહેલા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાલીઓ, શાળા સંચાલકો અને અન્ય જે સહભાગી સંસ્થાઓ હોય તેમની સાથે મીટીંગ નક્કી કરી અને કયા પ્રકારે SOP નક્કી કરીએ અને શાળાઓ, કોલેજો અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાના છે તે નક્કી કરવામાં આવશે. અને જુલાઈ મહિનાની અંદર કદાચ સ્કૂલો અને કોલેજો શરૂ થઈ શકશે. ફેઝ – ૩ માં ઇન્ટરનેશનલ ટ્રાવેલ, સિનેમા હોલ અને જીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને એ રાજ્ય સરકાર સાથેની ચર્ચા પછી આ બાબત નક્કી કરવામાં આવશે. લોકડાઉનમાં જે કન્ટેઇનમેન્ટ ઝોન છે તે કન્ટેઇનમેન્ટન એરિયા માટે અલગથી ગાઈડલાઈન બની રહી છે અને તે ગાઈડલાઇન પ્રમાણે તેનો અમલ કરવાનો રહેશે. દેશના બધા રાજ્યોમાં અને જિલ્લાઓમાં કોઈપણ વ્યક્તિ કે વાહનોને કોઈપણ પ્રકારના બાધ વગર અવર જવર કરી શકશે.

વધુમાં જે વલ્નેરેબલ ગૃપ છે ખાસ કરીને સિનિયર સીટીઝન (૬૦ વર્ષ કરતા વધારે), જેને અન્ય બીમારીઓ છે, સગર્ભા મહિલાઓ છે અને બાળકો જે છે તે ઘરે જ રહે તે ઈંચ્છનીય છે. જેથી કોઈ પ્રકારનો ચેપ તે લોકોને ન લાગે. આરોગ્ય સેતુની જે એપ્લિકેશન છે તેનો વધુમાં વધુ ઉપયોગ આપણે કરવાનો છે અને બીજા પણ તેનો ઉપયોગ કરી ડાઉનલોડ કરે અને વધારે ને વધારે સાવચેત રહે તે રીતે પ્રચારપ્રસાર કરવાનો છે અને તે રીતે આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ તેઓએ કહ્યું હતું કે ફેસ કવરિંગ એટલકે માસ્ક પહેરવું ફરજિયાત છે અને જે લોકો માસ્ક નહિ પહેરે તે લોકોને ₹.૨૦૦/- દંડ પણ કરવામાં આવશે. જે પણ જગ્યાએ જાઓ ત્યાં હંમેશા સોશિયલ ડિસ્ટનસિંગ એટલે કે ૦૬ ફૂટનું અંતર જાળવો. મોટભાગના જે મેળાવડાઓ છે તેના ઉપર પ્રતિબંધ છે. ફક્ત લગ્ન પ્રસંગે ૫૦ વ્યક્તિ અને અંતિમ સંસ્કારની વિધિ છે તેમા ૨૦ વ્યક્તિની જ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જાહેર જગ્યાએ થુંકવા ઉપર મનાઈ છે અને તેના ઉપર પણ ₹.૨૦૦/- નો દંડ ફટકારવામાં આવશે. જાહેર જગ્યાઓ ઉપર પાન-ગુટકા અને તમાકુનું સેવન કરવાનું રહેશે નહીં અને જે પણ કરશે તેને પણ દંડ ફટકારવામાં આવશે. તેની સૌએ નોંધ લેવા વિનંતી.

ત્યારબાદ જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે દાહોદમાં અત્યારે કોરોના પોઝીટીવના ૦૮ કેસ એક્ટિવ છે અને આવનાર સમયમાં આ ૦૮ એક્ટિવ કેસોની ટ્રીટમેન્ટ કરી તેમને પણ સાજા કરી ઘરે મોકલીશું. દાહોદની આસપાસના જે કન્ટેઇનમેન્ટ એરિયા છે તેની વાત કરીએ તો દાહોદની આજુબાજુમાં આવેલ ઇન્દોર, રતલામ, ભોપાલ, અમદાવાદ, સુરત આવા જે મોટા વિસ્તારો છે તે અત્યારે પણ કન્ટેઇનમેન્ટ એરિયામાં આવે છે ત્યાં જવાનું ટાળીશું તો આપણે કોરોના થી બચીશું અને આપણા ફેમિલીને પણ આપણે બચાવી શકીશું. વધુમાં આયુષ મંત્રાલય દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે તે ગાઈડલાઈનનો ઉપયોગ કરીએ અને ઉકાળા હોય, આર્સેનિક હોય કે અન્ય આયુષ મંત્રાલયની ગાઈડલાઈન હોય તેનો આપણે પૂરેપૂરો અમલ કરીશું તો આપણે કોરોનાને હરાવી શકીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here